પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે રસ્તા પર ચણા વેચતા જોવા મળે છે. વહાબે શેર કરેલા આ વીડિયો પર પાકિસ્તાની ક્રિકેટર અહેમદ શહેઝાદ સહિત ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રિયાઝે મજાકના રૂપમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો. જોકે તે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે.વહાબ રિયાઝે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, “ આપકા ચને વાલા ચા-ચા! તમારો ઓર્ડર મોકલો “શું બનાવવું અને કેટલું બનાવવું”અહેમદ શહેઝાદે પણ વિલંબ કર્યા વિના આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે, વહાબ અંકલ અલી પણ થોડું ખાવા માંગે છે,
Your “Chano wala Cha-cha” of the day!
Send your orders “kia banaon aur kitnay ka banaun”? 🤣P.S.
Loved spending some time around this special handcart reminded me of my childhood days. pic.twitter.com/gbfP2EJJso— Wahab Riaz (@WahabViki) January 10, 2022
વહાબ રિયાઝે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમના નામે ટેસ્ટમાં 83, વનડેમાં 120 અને આંતરરાષ્ટ્રીય ટી20માં 34 વિકેટ છે. તેણે પોતાની કારકિર્દીમાં 1000થી વધુ રન પણ બનાવ્યા છે. વનડેમાં તેમના નામે ત્રણ અડધી સદી છે. જોકે, પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે તેની છેલ્લી ODI અને T20 મેચ નવેમ્બર-ડિસેમ્બર 2020માં રમી હતી. તેણે 2018થી એકપણ ટેસ્ટ મેચ રમી નથી.
