Not Set/ US ઓપનમાં થયો મોટો ઉલટફેર, સ્ટાર ટેનિસ ખેલાડી ફેડરર હાર સાથે જ થયો બહાર

ન્યુયોર્ક, અમેરિકામાં રમાઈ રહેલા વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં મોટો ઉલટફેર થયો છે. સ્વિઝરલેન્ડના ૩૭ વર્ષીય દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર પ્રી- ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ૫૫મી રેન્કના ખેલાડી જોન મિલમૈન સામે હારતા જ બહાર થવું પડ્યું છે. આ હાર સાથે જ રોજર ફેડરરનું છઠ્ઠી વાર યુએસ ઓપનનું ટાઈટલ પોતાના નામે કારવાનું સ્વપ્ન તૂટ્યું છે. વર્લ્ડ […]

Trending Sports
federer 2 US ઓપનમાં થયો મોટો ઉલટફેર, સ્ટાર ટેનિસ ખેલાડી ફેડરર હાર સાથે જ થયો બહાર

ન્યુયોર્ક,

અમેરિકામાં રમાઈ રહેલા વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં મોટો ઉલટફેર થયો છે. સ્વિઝરલેન્ડના ૩૭ વર્ષીય દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર પ્રી- ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ૫૫મી રેન્કના ખેલાડી જોન મિલમૈન સામે હારતા જ બહાર થવું પડ્યું છે. આ હાર સાથે જ રોજર ફેડરરનું છઠ્ઠી વાર યુએસ ઓપનનું ટાઈટલ પોતાના નામે કારવાનું સ્વપ્ન તૂટ્યું છે.

વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં ૫૫મી રેન્ક ધરાવતા ઓસ્ટ્રેલિયાના ખેલાડી જોન મિલમૈને ૨૦ વારના ગ્રાન્ડસ્લેમ વિજેતા ખેલાડી ફેડરરને ૩-૬, ૭-૫, ૭-૬ અને ૭-૬થી હરાવી દિગ્ગજ ખેલાડીના અભિયાન પર બ્રેક લગાવી લીધી છે.

Roger Federer 988368 US ઓપનમાં થયો મોટો ઉલટફેર, સ્ટાર ટેનિસ ખેલાડી ફેડરર હાર સાથે જ થયો બહાર
SPORTS-roger federer-knocked-out-australian-john-millman-us-open

આ પહેલીવાર બન્યું છે ત્યારે ટેનિસમાં વર્લ્ડ નંબર ૨ ખેલાડી રોજર ફેડરર યુએસ ઓપનમાં ટોચના ૫૦ બહારના ખેલાડીઓ સામે હાર્યા છે.

ફેડરર સામે જીત્યા બાદ હવે જોન મિલમૈનનો મુકાબલો બુધવારે ૨ વારના ચેમ્પિયન ખેલાડી નોવાક જોકોવિચ સામે થશે.

આ પહેલા સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલના ખેલાડી જોઆઓ સોઉસા સામે સીધા સેટમાં ૬-૩, ૬-૪ અને ૬-૩થી હરાવી અંતિમ – ૮માં પ્રવેશ કર્યો છે.

shutterstock 385800703 US ઓપનમાં થયો મોટો ઉલટફેર, સ્ટાર ટેનિસ ખેલાડી ફેડરર હાર સાથે જ થયો બહાર
sports-roger-federer-knocked-out-australian-john-millman-us-open

બીજી બાજુ રશિયાની સ્ટાર મહિલા ખેલાડી મારિયા શારાપોવા પણ હાર સાથે આં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે. સ્પેનની કાર્લા સુઆરેજ નાવારોએ શારાપોવાને સીધા સેટોમાં ૬-૪ અને ૬-૩થી જીત મેળવી હતી.