Gaddar-2/ સની દેઓલે ચાહકોને આપ્યું બમ્પર સરપ્રાઈઝ, PVR હિન્દુસ્તાન ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠ્યું

‘ગદર’ના પ્રીમિયરમાં ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સાથે સની દેઓલે ચાહકો સાથે ફિલ્મ દેખી હતી. સની દેઓલે ફરી એકવાર પ્રશંસકોની સામે પોતાનો પ્રખ્યાત ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા’ બોલ્યો.

Trending Entertainment
સની દેઓલ

‘ગદર'(Gaddar)નું શુક્રવારે દિલ્હી, જયપુર અને લખનૌમાં પ્રીમિયર થયું હતું. આ સાથે જ આ ફિલ્મને દેશભરમાં ફરી રીલિઝ કરવામાં આવી છે. સિનેમાઘરોમાં ફરી એકવાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા ગુંજી રહ્યા છે. તે જ સમયે, આ ફિલ્મની મજા બમણી થઈ ગઈ જ્યારે અભિનેતા સની દેઓલે(Sunny Deol) પોતે ચાહકો સાથે ફિલ્મ જોવા પહોચી ગયા. ફિલ્મની રિલીઝની સાથે ‘ગદર 2′(Gaddar 2)નું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. ચાહકો સાથેની મુલાકાત દરમિયાન અભિનેતાનો તારા સિંહ અવતાર લાઈવ જોવા મળ્યો હતો.

સનીએ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા

ફિલ્મ પૂરી થયા બાદ અભિનેતાએ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. તેણે પોતાનો ફેમસ ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ રહેગા’  તેના ફેન્સ આગળ પુનરાવર્તન કર્યો હતો. જેના પછી ચાહકો પણ લવ યુ કહેવા લાગ્યા. આ પછી અભિનેતા સની દેઓલ ફિલ્મની સકીના એટલે કે અમીષા પટેલ સાથે જોવા મળ્યો હતો. બંનેની જોડી અદભૂત લાગી રહી હતી અને ફરી એકવાર બંને પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થશે

બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સની પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે દેશની રાજધાની દિલ્હી પહોંચ્યો હતો અને તેના ચાહકોને મળ્યો હતો. ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ નવી ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. ફિલ્મ ‘ગદર’ની રિલીઝની સાથે ‘ગદર 2’નું ટ્રેલર પણ બતાવવામાં આવ્યું હતું.

આ હતો સનીનો લૂક

નવી દિલ્હીની તેની મુલાકાત દરમિયાન, સનીએ ગ્રે બ્લેઝર અને ડેનિમ્સ સાથે પાઘડી અને સફેદ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને તેની સફર વિશે શેર કર્યું છે. અભિનેતાએ તસવીરના કેપ્શનમાં લખ્યું, નવી દિલ્હીમાં મારા ફેન્સને મળ્યો અને હવે જયપુર જઈ રહ્યો છું. અહેવાલો અનુસાર, ફિલ્મ ગદર 2 ની વાર્તા 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત છે અને આ વખતે તારા સિંહ તેમના પુત્ર ચરણજીતને ભારત પરત લાવવા પાકિસ્તાન જશે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગદર 2માં ગૌરવ ચોપરા, અનિલ જ્યોર્જ, સિમરત કૌર, ઉત્કર્ષ શર્મા અને મીર સરવર પણ છે.

આ પણ વાંચો:Akash Ambani Daughter Name/આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની લાડલીનું થયું નામકરણ, જાણો નામનો અર્થ

આ પણ વાંચો:Bollywood/કાજોલનો ચોંકાવનારો નિર્ણય, સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, બધી પોસ્ટ કરી ડિલીટ

આ પણ વાંચો:વિવાદ/આ સીનને લઇ ગદર-2 રિલીઝ પહેલા જ ફસાઈ મોટી મુશ્કેલીમાં

આ પણ વાંચો:પ્રહાર/નસીરુદ્દીન શાહ પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘…લવ જેહાદ ગેંગમાં જોડાઈ જાવ!’