Bollywood Buzz/ પુષ્પા 2 અને સિંઘમ અગેઈન વચ્ચે ખરખેર થશે ટક્કર, એપ્રિલ ફૂલ કે પછી હકીકત

પુષ્પા 2 અને સિંઘમ અગેઈન વચ્ચે ખરખેર ટક્કર થઈ શકે છે એ બાબતે ગઈકાલે 1લી એપ્રિલના દિવસે ખૂબ ચર્ચા રહી. આ સમાચારે ફિલ્મ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી.

Trending Entertainment
Beginners guide to 2024 04 02T155312.784 પુષ્પા 2 અને સિંઘમ અગેઈન વચ્ચે ખરખેર થશે ટક્કર, એપ્રિલ ફૂલ કે પછી હકીકત

પુષ્પા 2 અને સિંઘમ અગેઈન વચ્ચે ખરખેર ટક્કર થઈ શકે છે એ બાબતે ગઈકાલે 1લી એપ્રિલના દિવસે ખૂબ ચર્ચા રહી. આ સમાચારે ફિલ્મ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુષ્પા 2 ની રિલીઝ તારીખ મોકૂફ રાખવામાં આવી છે અને તે સિંઘમ અગેઇન સાથે ટકરાશે નહીં. આ સમાચાર ગઈકાલે બોલીવુડમાં ચર્ચાનો વિષય રહ્યા હતા. અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પુષ્પા 2: ધ રૂલના નિર્માતાઓ ફિલ્મને મુલતવી રાખવાનું વિચારી રહ્યા છે. તેઓ ફિલ્મને વધુ આગળ વધારવાની યોજના બનાવી રહ્યા છે, કારણ કે તેઓ તેને સમયસર પૂર્ણ કરી શકશે નહીં. સૂત્રના જણાવ્યા અનુસાર, નિર્માતાઓ શરૂઆતમાં ઓગસ્ટ પહેલા તેને સમાપ્ત કરવાની આશા રાખતા હતા, પરંતુ વસ્તુઓ યોજના મુજબ ચાલી રહી નથી.

પુષ્પા-2 ફિલ્મના નિર્માતાએ જણાવ્યું કે ઘણા મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કરવાના બાકી છે, કારણ કે અલ્લુની ખરાબ તબિયતને કારણે તેનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રશ્મિકાની પ્રતિબદ્ધતાઓને કારણે તેનું શૂટિંગ મોડું થયું છે. સૂત્રએ એમ પણ કહ્યું કે હવે વસ્તુઓ યોગ્ય દિશામાં ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થવાની આશા ઓછી જણાઈ રહી છે.

ગઈકાલે 1 એપ્રિલના દિવસે આખો દિવસ પુષ્પા-2 અને સિંઘમ અગેઈન વચ્ચે ટક્કર થશે કે કેમ તેને લઈને દિવસ ભરમાં લોકોમાં ચર્ચા થઈ. લોકો આ સમાચાર પર શંકા કરી રહ્યા છે કારણ કે ગઈકાલે 1લી એપ્રિલ હતી અને આ દિવસે લોકો એપ્રિલ ફૂલ ડે ઉજવે છે કે મનાવે છે કે પછી કહી શકાય કે કોઈને ફૂલ બનાવે છે. લોકો આ સમાચારને એપ્રિલ ફૂલ એટલે માની રહ્યા છે કેમકે બંને પ્રોડક્શન હાઉસ તરફથી આ સમાચાર અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મહત્વનું છે કે અલ્લુ અર્જુનની પુષ્પા 2 અને અજય દેવગણની સિંઘમ અગેઈન વર્ષ 2024ની કેટલીક મોટી ફિલ્મો છે. આ ફિલ્મની પ્રથમ સિકવલ દર્શકોને ખૂબ પસંદ આવી છે. એવું કહેવાય છે કે જ્યારે બે મોટા સ્ટાર્સ અને મોટી ફિલ્મોની ટક્કર થાય છે ત્યારે નિર્માતાઓને નુકસાન સહન કરવું પડે છે. પરંતુ પાછલા વર્ષના કેટલાક ઉદાહરણો છે, જેને જોયા પછી આ લાઇન સંપૂર્ણપણે ખોટી સાબિત થાય છે. સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષય કુમારની OMG 2. બંને ફિલ્મો એક જ દિવસે એકસાથે રિલીઝ થઈ હતી અને બંનેએ પોતપોતાની જગ્યાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ‘ગદર 2’ એ લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રમાણપત્ર મેળવવા છતાં, OMG 2 એ 125 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા