Not Set/ ગુજરાત: ખેડૂતોનું સરકાર વિરોધી આંદોલન, ૩ દિવસ સુધી આંદોલન ચાલશે તેવી શક્યતાઓ

સમગ્ર રાજ્યમાં ખેડૂતો દ્વારા પોષણક્ષણ ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં ખેત પેદાશો રસ્તા પર ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્રણ દિવસ સુધી આંદોલન ચાલશે તેવી શક્યતાઓ છે. ત્યારે ડીસા, માલગઢ,જુનાડીસા, ઝેરડા સહિત જિલ્લામાં આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા સહિત જામનગરમાં કાલાવડ તાલુકાના નવાગામ ખાતે કોંગી કાર્યકરોએ ધરણા […]

Top Stories Gujarat Trending Videos
dsad ગુજરાત: ખેડૂતોનું સરકાર વિરોધી આંદોલન, ૩ દિવસ સુધી આંદોલન ચાલશે તેવી શક્યતાઓ

સમગ્ર રાજ્યમાં ખેડૂતો દ્વારા પોષણક્ષણ ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં ખેત પેદાશો રસ્તા પર ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્રણ દિવસ સુધી આંદોલન ચાલશે તેવી શક્યતાઓ છે. ત્યારે ડીસા, માલગઢ,જુનાડીસા, ઝેરડા સહિત જિલ્લામાં આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા સહિત જામનગરમાં કાલાવડ તાલુકાના નવાગામ ખાતે કોંગી કાર્યકરોએ ધરણા કર્યા હતા.

ખેડૂતોના લેણા માફ કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગી કાર્યકરોએ રસ્તા પર ધરણા યોજ્યા હતા ત્યારે બનાસકાંઠા સહિત જામનગરમાં પણ ખેડૂતોએ ધરણા કર્યા હતા. ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે રાજકોટમાં પણ ખેડૂતોએ માર્કેટ યાર્ડ સામે દૂધ અને શાકભાજી રસ્તા ઉપર ફેંકી વિરોધ કર્યો હતો.

ખેડૂત આંદોલનના સમર્થનમાં જેતપુર માર્કેટ યાર્ડે પણ બંધ પાળ્યો હતો. ત્યારે સુરતમાં પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જો કે, ખેડૂતોના વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે…જેને લઇને કોઇ અનિચ્છનીય ઘટના બનતા અટકાવી શકાય..