Morbi/ મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

શહેરોમાં ગ્રાહકોને પિઝા, બર્ગર પૌંઆ વગરે ફૂડ મંગાવવાનો કડવો અનુભવ થયા બાદ આવો જ અનુભવ મોરબીના યુવાનને પણ થયો છે. મેહુલ પટેલ નામક યુવાને અતુલ બેકરીમાંથી પફ ખરીદ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહક પફને ખાવા ગયો ત્યાં જ પફમાંથી જ 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળ્યો હતો…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T125803.786 મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

Morbi News: મોરબીમાં ગ્રાહકને અતુલ બેકરી(Atul Bakery) માંથી પફ (Puff) ખરીદ્યો હતો. પફમાંથી 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળતા ગ્રાહક મેહુલ પટેલે સંચાલકોને ફરિયાદ કરી હતી. પરંતુ સંચાલકોએ મામલો અવગણતાં મોરબી ફુડ વિભાગ (Morbi Food Department) દ્વારા અતુલ બેકરી સામે કોઇ પગલા લેવાય છે કે પછી દરેક ઘટનાની જેમ કટકી કરી ફુડ વિભાગ પણ વાતને કરશે રફે દફે તે પણ જોવાનું રહ્યું.

WhatsApp Image 2024 01 28 at 11.48.47 AM મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

અમદાવાદ, જામનગર જેવા શહેરોમાં ગ્રાહકોને પિઝા, બર્ગર પૌંઆ વગરે ફૂડ મંગાવવાનો કડવો અનુભવ થયા બાદ આવો જ અનુભવ મોરબીના યુવાનને પણ થયો છે. મેહુલ પટેલ નામક યુવાને અતુલ બેકરીમાંથી પફ ખરીદ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહક પફને ખાવા ગયો ત્યાં જ પફમાંથી જ 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળ્યો હતો. તેથી રોષે ભરાયેલા મેહુલ પટેલે બેકરીની ઘોર બેદરકારી અંગે બેકરીના સંચાલકોને ફરિયાદ કરી.

પણ અહીં થયું ઊંધુ. ગ્રાહકે ફરિયાદ (Complain)કરતા બેકરીના સંચાલકોએ હોથ ઉંચા કરી લીધા. તેમને જણાવ્યું કે અમારે અહીંથી તો બધુ બરાબર ગયું છે. અમે ચેક કરી લીધુ છે. તમારે જે કરવું હોય તે કરો. આવો તુચ્છ જવાબ સાંભળતા હવે સવાલો ઉઠી રહ્યાં છે કે મોરબી ફૂડ વિભાગ અતુલ બેકરી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે કેમ.

શું દરેક ઘટનાની જેમ આ વખતે પણ આંખ આડા કાન કરવામાં આવશે તે જોવું રહ્યું.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી

આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે