Not Set/ સુરત: પોલીસનો ઢોર માર ખાનાર આરોપીનું મોત, 8 પોલીસકર્મી ફરાર

સુરત પોલીસ સ્ટેશનમાં એક આરોપીને ઢોર માર મારવાના ગુનામાં 8 પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુના દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં ધરપકડથી બચવા PI અને PSI સહિતના આરોપી ફરાર થઈ ગયા છે.ત્યારે જે ચોરીના આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે ઓમપ્રકાશનું સારવાર દરમિયાન મોત મોત થયું છે. અગાઉ તેની સ્થિતિ નાજુક બનતા તેને પહેલા સિવિલ હોસ્પિટલ […]

Top Stories Gujarat Surat
aw 7 સુરત: પોલીસનો ઢોર માર ખાનાર આરોપીનું મોત, 8 પોલીસકર્મી ફરાર

સુરત પોલીસ સ્ટેશનમાં એક આરોપીને ઢોર માર મારવાના ગુનામાં 8 પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુના દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં ધરપકડથી બચવા PI અને PSI સહિતના આરોપી ફરાર થઈ ગયા છે.ત્યારે જે ચોરીના આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે ઓમપ્રકાશનું સારવાર દરમિયાન મોત મોત થયું છે. અગાઉ તેની સ્થિતિ નાજુક બનતા તેને પહેલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં પ્રાયવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અને હવે પોલીસકર્મીઓના પાપે તેનું મોત થયું છે.કસ્ટડીમાં આરોપીનું મોત થતા 8 પોલીસકર્મીઓ સામે IPC કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે, ખટોદરા PI એમ. બી. ખલેરી, સર્વેલન્સ સ્ટાફના PSI સી.પી. ચૌધરી સહિત 8 પોલીસકર્મી આ મોત માટે જવાબદાર છે.

મોત માટે જવાબદાર પોલીસકર્મીઓ

1 મોહન ભગવાનરામ ખીલેરી (રહે.ગાંધીનગર)
2 ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી (ફાલસાવાડી પોલીસલાઈન)
3 કલ્પેશ નાગર ગરંભા (શીતલ રેસિડેન્સી, સુરેન્દ્રનગર)
4 આશિષ મનસુખ દીહોરા (સમર્પણ હાઈટ્સ)
5 હરેશ જેસંગ ચૌધરી (સરકારી વસાહત, વિસનગર)
6 પરેશ નાથાભાઈ ભુકણ (નેચર વેલી હોમ, ગઢડા, ભાવનગર)
7 કનકસિંહ દિયોલ (સલાબતપુરા પોલીસલાઈન )
8 દિલુભાઈ(સુરત)

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો આરોપીને માર મારવાના મામલે  પીઆઇ, પીએસઆઇ સહિત સાત પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે.ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલા ચોરીના આરોપસર આ આરોપીને પૂછપરછ માટે લવાયા બાદ બેભાન થઇ જતાં તેને  હોસ્પિટલ લઇ જવાયો હતો.હાલ આ આરોપીની હાલત ગંભીર છે.

મળતી વિગતો પ્રમાણે સુરતના ખટોદરા પોલીસ મથકે ઓમ પ્રકાશ પાંડે નામના શખ્સને ચોરીના કેસમાં પકડીને લાવવામાં આવ્યો હતો.પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન ઓમપ્રકાશ અચાનક બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક  હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

ઓમપ્રકાશની હાલત ગંભીર થઈ ગઈ હતી અને સિવિલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે આ મામલે પીઆઇ સહિત સાત પોલિસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ પીઆરઓ ચૌધરી એ જણાવ્યું હતું કે, કસ્ટડીમાં આરોપી સાથે મારઝૂડ કરવાના કેસમાં પીઆઇ પીએસઆઇ અને ડી- સ્ટાફના 5 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે.જો કે આ લખાય છે ત્યાં સુધી પોલીસ કર્મીઓને કસ્ટડીમાં લેવામાં નથી આવી.