vibrant gujarat/ એમઓયુ જ નહી કંપનીની સદ્ધરતા પણ ચકાસશે ગુજરાત સરકાર

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે તૈયારીઓ આદરી છે. તેની સાથે-સાથે સરકારે અગાઉના નિષ્ફળ એમઓયુમાંથી પણ પદાર્થપાઠ લીધો છે. હવે રાજ્ય સરકાર સમજૂતી કરાર કે એમઓયુ કરતાં પહેલાં કંપનીની સદ્ધરતા ચકાસ્યા પછી જ એમઓયુ પ્લસની કેટેગરીમાં મૂકશે.

Gandhinagar Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 15 એમઓયુ જ નહી કંપનીની સદ્ધરતા પણ ચકાસશે ગુજરાત સરકાર

ગાંધીનગર: ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે તૈયારીઓ આદરી છે. તેની સાથે-સાથે સરકારે અગાઉના નિષ્ફળ એમઓયુમાંથી પણ પદાર્થપાઠ લીધો છે. હવે રાજ્ય સરકાર સમજૂતી કરાર કે એમઓયુ કરતાં પહેલાં કંપનીની સદ્ધરતા ચકાસ્યા પછી જ એમઓયુ પ્લસની કેટેગરીમાં મૂકશે.

અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન જે જે કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટે સમજૂતી કરાર કર્યા હતા, પરંતુ કરાર બાદ પણ કંપનીઓ પ્રોજેક્ટ નાખવામાં નિષ્ફળ રહી હતી તેના પરથી રાજ્ય સરકારે મહત્વનો પદાર્થપાઠ ગ્રહણ કર્યો છે. આ કરાર પછી પણ ઘણી કંપનીઓ પ્રોજેક્ટ નાખવામાં નિષ્ફળ રહી છે, તેના પરથી રાજ્ય સરકારે આ વખતે ગંભીર વિચારણા હાથ ધરી છે. તેથી હવે કોઈ કંપની સાથે સમજૂતી કરાર કરતાં પહેલા કંપનીની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યા પછી જ સમજૂતી કરાર કરવાની દિશામાં આગળ વધશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

જાન્યુઆરીમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. સરકારે આ માટે સમજૂતી કરાર પ્લસ યોજના દાખલ કરી છે. તેના હેઠળ કંપની રોકાણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કરવા માંગતી હોય તેઓએ એમઓયુ કરતાર કરતાં પહેલા કંપનીની નાણાકીય સદ્ધરતા સહિત તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે. આના પગલે કંપનીના પ્રોજેક્ટની સફળતા અને તેનું અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય.

રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ કંપનીની રોકાણ યોજના અને પ્રોજેક્ટને કાર્ય કરવા સંપૂર્ણપણે સક્ષમ હશે તેની સાથે જ સમજૂતી કરાર પ્લસની કેટેગરી મૂકવામાં આવશે. રાજ્ય સરકાર સમક્ષ કેટલીય કંપનીઓ એમઓયુ કરે છે પરંતુ પ્રોજેક્ટના અમલીકરણ સમયે નક્કી થયેલી શરતોમાં વિસંગતતા જોવા મળતા કરારનું પાલન થતું ન હતી. તેના લીધે એમઓયુ કરવામાં શૂરી સરકાર પ્રોજેક્ટ અમલીકરણમાં અધૂરી તેવા માછલા ધોવાતા હતા. આ કારણસર સરકારે હવે કરાર સમયે જ કંપનીની આર્થિક સદ્ધરતા સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ