Hatkeswar Bridge/ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કેસ, જામીન રદ્દ થતાં કર્યું સરેન્ડર

અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. આ સિવાય ચિરાગ પટેલ,કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસીક પટેલે સરેન્ડર કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ ખોખરા પોલીસ સ્ટેશનમાં

Ahmedabad Gujarat
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કેસ

તાજેતરમાં અમદાવાદ હાટકેશ્વર સ્થિત છત્રપતિ શિવાજી બ્રિજને લઇ ચાલી રહેલ વિવાદ કેસમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. આ સિવાય ચિરાગ પટેલ,કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસીક પટેલે સરેન્ડર કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સેશન્સ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન રદ્દ થયા બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે.

બ્રિજની નબળી ગુણવત્તા તપાસમાં ખુલી

કમિશનર દ્વારા એક કમિટી યોજવામાં આવી હતી. જેમાં બ્રિજની ગુણવત્તાને લઇ શંકા ઉભી થઇ હતી. ત્યારબાદ ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ આ કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા અને તે જોખમી હોવાનું જણાતા હવે તેને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એજન્સીઓની તપાસમાં નબળી ગુણવત્તા સામે આવી

આ ઉપરાંત સરકાર માન્ય એજન્સી CIMEC દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી,અને જેમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા કરાયા હતા. જેમાં બ્રિજના સ્પાનમાં ઉપયોગમાં લેવાયેલો કોંક્રીટ શંકાસ્પદ જણાયો હતો.

વર્ષ 2017માં આ બ્રિજ તૈયાર થયો હતો

આ બ્રિજનો ઓર્ડર વર્ષ 2015માં મળ્યો હતો.2015થી લઇ 2017 સુધીમાં બ્રિજના આ કામને પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેની પાછળ અંદાજીત 40થી 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા માર્ચ 2021માં બ્રિજમાં ગાબડાં પડવાની ઘટના બની હતી. જે બાદ ફેબ્રુઆરી અને જૂન 2022માં બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. બ્રિજમાં કોંક્રીટ ક્રશની ઘટના સામે આવતા સમારકામ માટે ત્રણ કન્સલ્ટન્ટ કમિટીની ભલામણ કરવામાં આવી હતી.

ત્રણ કન્સલ્ટન્ટ કમિટીએ જરુરી તપાસ માટે NDT ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર આ ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. આખરે સપ્ટેમ્બર 2022માં બ્રિજ બન્ને સ્પાનના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બ્રિજના ઘણાં ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી.

આ પણ વાંચો:પાયલટ-ગેહલોત વચ્ચે બધુ ઠીક થશે? હાઈકમાન્ડ અપનાવશે આ ફોર્મ્યુલા

આ પણ વાંચો: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાન,નેહરુ અને મોદીની સરખામણી પર ટ્વિટર વોર

આ પણ વાંચો:શક્તિ પ્રદર્શનની તૈયારીમાં નીતિશ કુમાર, 12 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાશે

આ પણ વાંચો: કુસ્તીબાજોની ધરપકડથી નીરજ ચોપરાનું દર્દ છલકાયું, ટ્વિટ કરીને કરી આ વાત..

આ પણ વાંચો:બાંદ્રા-વર્સોવા સી-લિંક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, CM શિંદેએ કરી મોટી જાહેરાત