Not Set/ ગુજરાતમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે ATS એ અફઘાની આતંકીનો સ્કેચ પોલીસને કર્યો ફેક્સ

ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાર શંકાસ્પદ ઘુસ્યા હોવાના ઇનપુટ મળી આવ્યા છે. આ શંકાસ્પદ અફઘાનિસ્તાનનાં પાસપોર્ટ ધરાવે છે તેવુ પણ સામે આવી રહ્યુ છે. અફઘાન સરહદથી આતંક ફેલાવવા ઘુસ્યા હોવાના ઇનપુટ મળ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ એલર્ટ આપવામાં આવેલ છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની […]

Gujarat Others
Gujarat ATS Sandesh ગુજરાતમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે ATS એ અફઘાની આતંકીનો સ્કેચ પોલીસને કર્યો ફેક્સ

ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાર શંકાસ્પદ ઘુસ્યા હોવાના ઇનપુટ મળી આવ્યા છે. આ શંકાસ્પદ અફઘાનિસ્તાનનાં પાસપોર્ટ ધરાવે છે તેવુ પણ સામે આવી રહ્યુ છે. અફઘાન સરહદથી આતંક ફેલાવવા ઘુસ્યા હોવાના ઇનપુટ મળ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ એલર્ટ આપવામાં આવેલ છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી અને પોલીસને ફેક્સ મારફતે આ આતંકીનો સ્કેચ મોકલવામાં આવ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. આ ફેક્સમાં જણાવવામાં આવ્યા મુજબ ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર શખ્સો ભારતનાં કોઇ શહેરમાં કે જ્યા મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય ત્યા આતંકી હુમલો કરવા આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. આતંકીઓએ અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી હોવાની પણ આશંકા છે.

મળી રહેલી માહિતી અનુસાર આતંકી ગ્રુપનો મુખ્ય શખ્સ અફઘાનિસ્તાનનાં કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવે છે. જેનો સ્કેચ પોલીસને મોકલી દેવામાં આવ્યો છે. આ ઇનપુટ મળતા ગુજરાતમાં ખાસ કરીને ધાર્મિકસ્થોળોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. IB નાં ઇનપુટ મળ્યા બાદ તમામ રોડ-રસ્તા પર પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.