Politics/ ધ્યાન ભટકાઓ, જુઠ ફેલાવો અને ઘોંઘાટ કરી તથ્ય છુપાવોઃ રાહુલ ગાંધી

દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રની નિષ્ફળતા ને લઈને રાહુલ ગાંધી મોદી સરકાર પર અવાર-નવાર કટાક્ષ કરતા રહે છે.

Top Stories Trending
તાઉતે વાવાઝોડું 40 ધ્યાન ભટકાઓ, જુઠ ફેલાવો અને ઘોંઘાટ કરી તથ્ય છુપાવોઃ રાહુલ ગાંધી

દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રની નિષ્ફળતા ને લઈને રાહુલ ગાંધી મોદી સરકાર પર અવાર-નવાર કટાક્ષ કરતા રહે છે. આજે પણ સરકારને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, દેશમાં વેક્સિનની અછત દેખાઈ રહી છે અને કોરોનાથી મૃત્યુનાં આંકડા પણ વધતા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવાની, જૂઠું ફેલાવવાની અને ઘોંઘાટ કરીને તથ્યોને છુપાવવાની છે.

વાવાઝોડાની અસર / ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

તેમણે ટ્વીટ કર્યું હતું કે, “વેક્સીન ઓછી થઈ રહી છે અને કોવિડથી મોતનો આંક વધી રહ્યો છે. કેન્દ્ર સરકારની નીતિ – ધ્યાન ભટકાવો, જૂઠ ફેલાવો, અવાજ કરીને તથ્યો છુપાવો.” કોંગ્રેસનાં નેતાએ કેન્દ્ર સરકાર સામે આ આરોપ ત્યારે લગાવ્યો છે જ્યારે મંગળવારે ભાજપે એક ‘ટૂલકિટ’ ટાંકીને કહ્યું હતું કે કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. વળી મંગળવારે રાહુલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો આ સરકારમાં જેટલી આસાનીથી સવાલો ઉઠાવનારાઓની ધરપકડ કરવામા આવે છે, જો તેટલી જ આસાનીથી રસી મળી જતી તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત.

અંધશ્ર્ધાનું ઇન્ફેકશન / મેરઠમાં કોરોના દૂર કરવા માટે BJP નેતા શેરીએ શેરીએ હવનનો ધૂમાડો અને શંખ લઈને ફરી રહ્યા છે

તેમણે એમ પણ કહ્યું કે, દેશનાં ભવિષ્ય માટે ‘મોદી સિસ્ટમ’ ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું હતું કે, “મોદી સિસ્ટમમાં જેટલી આસાનીથી સવાલો ઉઠાવરાનાઓની ધરપકડ થાય છે, તેટલી આસાનીથી રસી મળતી તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત.” કોરોના રોકો, જનતાનાં પ્રશ્નોને નહીં! “રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે,” આવનારા સમયમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવું પડશે. પીડિયાટ્રિક આરોગ્ય સુવિધાઓ અને રસી-સારવાર પ્રોટોકોલ અત્યારથી તૈયાર હોવા જોઈએ. દેશનાં ભવિષ્ય માટે હાલની મોદી ‘સિસ્ટમ’ ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી છે.” ઉલ્લેખનીય છે કે, એક દિવસમાં કોવિડ-19 નાં નવા 2,7,334 કેસ નોંધાયા પછી બુધવારે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,54,96,330 થઈ ગઈ છે. વળી, સંક્રમણને કારણે વધુ 4,529 લોકોનાં મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 2,83,248 થઈ ગઈ છે.

kalmukho str 15 ધ્યાન ભટકાઓ, જુઠ ફેલાવો અને ઘોંઘાટ કરી તથ્ય છુપાવોઃ રાહુલ ગાંધી