Health Tips/ વિશ્વમાં ફેલાઈ રહી છે માનસિક બીમારીઓ, બાળકોથી લઈ વૃદ્ધો બની રહ્યા છે શિકાર  

મનોચિકિત્સકોના કહેવા અનુસાર માનસિક બીમારીઓ આગની જેમ ફેલાઈ રહી છે. આવા દર્દીઓની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે. માનસિક બીમારીઓ દરેક વર્ગમાં જોવા મળે છે પછી તે બાળક હોય કે વૃદ્ધ.

Health & Fitness Trending Lifestyle
માનસિક બીમારીઓ

આપણે સૌ જાણીએ છીએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ માણસની ઊંઘ પર અસર કરે છે તેમજ તેના મગજ પર પણ તેની ઘણી વિકૃત અસરો થતી જોવા મળે છે પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેનાથી માણસના મગજ પર અસર પહોંચતી હોય છે. લોકોમાં તણાવના કારણો અલગ-અલગ હોય છે જેમકે ઊંઘ ન આવવાથી ગુનાહિત વિચારો આવે છે, તણાવ તેમજ પ્રોબ્લમસના કારણે માદક દ્રવ્યોનું વ્યસન જે મનોચિકિત્સા પાછળનું સામાન્ય પરિબળ જણાય છે આ શિવાય નાના બાળકો પણ ઘણી વાર માનસિક બિમારીનો ભોગ બને છે.

મનોચિકિત્સકોના કહેવા અનુસાર માનસિક બીમારીઓ આગની જેમ ફેલાઈ રહી છે. આવા દર્દીઓની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે. માનસિક બીમારીઓ દરેક વર્ગમાં જોવા મળે છે પછી તે બાળક હોય કે વૃદ્ધ.

તેની પાછળનું મુખ્ય કારણ ઊંઘ હોય છે ઘણી વાર માણસને પૂરતી ઊંઘ મળતી નથી જેથી તે તણાવ અનુભવે છે જેના કારણે તેને આત્મહત્યા કરવાના વિચારો આવે છે. ઉદાહરણ આપીએ તો, કોઈ વ્યક્તિ છે જેને પૈસાની જરૂર છે મહિનો પૂરો થવા છતાં તેને પેમેન્ટ મળ્યું નથી જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. મનમાં વિવિધ વિચારો આવે છે. તેને લાગે છે કે કોઈ તેને મારી નાખશે.

મનોચિકિત્સકોના મત મુજબ “આવા તણાવમાં ઊંઘ ન આવવાને કારણે ડોપામાઈન કેમિકલનું પ્રમાણ વધી જાય છે જેના કારણે લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે. તેથી ઘણી વાર આની દવા આપીવાથી ઠીક થઈ જાય છે આ પ્રકારની દવાઓ ડોપામાઇનની માત્રા ઘટાડે છે અને દર્દીની પ્રકૃતિ સુધારે છે.

મનોચિકિત્સકના કહેવા અનુસાર તેમની પાસે “આવા દિવસે 300 દર્દીઓ આવે છે. આમાંથી 30% દવાઓ કરે છે, તે સસ્તામાં ઉપલબ્ધ છે, તેથી આ વર્ગ સુધી પહોંચવું પણ સરળ છે. દરેક વ્યક્તિ તણાવમાં હોય છે, પરંતુ તે વ્યક્તિત્વની વિશેષતા પર પણ નિર્ભર કરે છે કે તેનું સેવન કરીને કોણ શું સ્વરૂપ લે છે. આ પરિસ્થિતિમાં જો વ્યક્તિ સમયસર મનોચિકિત્સક પાસે પહોંચશે તો સારવાર મળીશકે છે. ત્યારે લોકો આ વસ્તુ માટે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે કે માનસિક બીમારી માટે ડોક્ટર પાસે જવાની જરૂર છે.

ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના સભ્ય અને મહારાષ્ટ્રના સૌથી મોટા સાઇકિયાટ્રિસ્ટ ડો. હરીશ શેટ્ટી ના કહેવા અનુશાર માનસિક બીમારી આગની જેમ ફેલાઇ રહી છે. ટેક્નોલોજીને કારણે હવે નાના બાળકો પણ ગુનાહિત વિચારોને આશ્રય આપતા હોય છે.તમને જણાવી દઈએ આખા દેશનો બોજ માત્ર 8 થી 10 હજાર મનોચિકિત્સકો પર છે.

10 વર્ષના નાના બાળકો આત્મહત્યા કરવા માગે છે. યુવાનોને પોતાનું કઈ ભાન નથી તેઓ પોતાના કરિયરને લઈને ડિપ્રેશનમાં રહે છે,વડીલો વધતી ઉંમરના કારણે ત્રસ્ત છે. માનસિક દર્દીઓમાં તણાવના મુખ્ય કારણો તેમની આર્થિક સ્થિતિને ગણવામાં આવે છે. કોઈ પ્રકારનો  નશો, સંબંધોમાં તિરાડ, પારિવારિક વિખવાદ વગેરે છે. ઘણાં વિવિધ કારણો છે જે હિંસક વિચાર તરફ દોરી જાય છે. ઊંઘ ન આવવાથી આવા માનસિક ફેરફારો થાય છે જે ગુનાહિત વિચારસરણીનું નિર્માણ કરે છે. તેથી, જ્યારે ઊંઘની કમી હોય ત્યારે સમજી લો કે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:સેક્સ પહેલા પાર્ટનર સાથે મળીને પોર્ન જોવાના છે ઘણા ફાયદાઓ

આ પણ વાંચો:જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત