Not Set/ દૂધના ઉપયોગથી તમને  મળશે સ્વચ્છ અને ચમકતી ત્વચા

સ્વચ્છ સ્નિગ્ધ તથા મુલાયમ ત્વચા દરેક યુવતીનું સપનું હોય છે અને તેના માટે તે અતિખર્ચાળ બ્યૂટી ટ્રીટમેન્ટ લેતાં અચકાતી નથી. જોકે દરેક વખતે એવું નથી હોતું કે તમે ખર્ચાળ બ્યૂટી ટ્રીટમેન્ટથી જ સુંદર દેખાવ. તહેવારો નજીક હોય ત્યારે તમે મોંઘી બ્યૂટી ટ્રીટમેન્ટ લેવાને બદલે ફક્ત દૂધની મદદથી પણ તમારું સૌંદર્ય નિખારી શકો છો. રસોડામાં દૂધ તો હોય […]

Fashion & Beauty Lifestyle
26a138b101db52c3f31cf99c3f0e7c10 દૂધના ઉપયોગથી તમને  મળશે સ્વચ્છ અને ચમકતી ત્વચા

સ્વચ્છ સ્નિગ્ધ તથા મુલાયમ ત્વચા દરેક યુવતીનું સપનું હોય છે અને તેના માટે તે અતિખર્ચાળ બ્યૂટી ટ્રીટમેન્ટ લેતાં અચકાતી નથી. જોકે દરેક વખતે એવું નથી હોતું કે તમે ખર્ચાળ બ્યૂટી ટ્રીટમેન્ટથી જ સુંદર દેખાવ. તહેવારો નજીક હોય ત્યારે તમે મોંઘી બ્યૂટી ટ્રીટમેન્ટ લેવાને બદલે ફક્ત દૂધની મદદથી પણ તમારું સૌંદર્ય નિખારી શકો છો.

રસોડામાં દૂધ તો હોય જ. થોડુંક દૂધ લઇ તેમાં રૂનું પૂમડું બોળીને ચહેરા પર ઘસશો એટલે ચહેરો એકદમ ચોખ્ખો થઈ જશે. દૂધ એવું ક્લિન્ઝર છે જે ચહેરાની ચમક અનેકગણી વધારી મૂકે છે.

દૂધના ઉપયોગથી તમને  મળશે સ્વચ્છ અને સફેદ ત્વચા

ઓટમીલ તથા દૂધ

દૂધમાં ઓટમીલ મિક્સ કરીને એક પ્રકારનું સ્ક્રબ બનાવી શકાય છે. આ સ્ક્રબ ફેસ ક્લિન્ઝરનું કામ કરશે. ઓટમીલનો પાઉડર બનાવીને થોડા દૂધમાં મિક્સ કરી લેવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સ્ક્રબિંગ કરવું.

ગુલાબજળ અને દૂધ

પાંચથી છ ચમચી દૂધ લઇને તે દૂધમાં થોડાંક ટીપાં ગુલાબજળના નાંખીને તે મિશ્રણમાં રૂ બોળીને રૂને ચહેરા પર ગોળાકારે ઘસવું. ગોળાકારે મસાજ કરો તે હળવા હાથે કરવો. એજ રીતે ગળા તથા ગરદન પર પણ હળવા હાથે રૂથી સાફ કરવું. આમ કરવાથી ચહેરા તથા ગરદન પરની ગંદકી દૂર થઈ જશે. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇને ત્વચાને અનુરૂપ ફેસપેક લગાવી લેવો.

દૂધ તથા મધનું મિશ્રણ

ચમકદાર ત્વચા મેળવવા માટે મધ તથા દૂધનું મિશ્રણ ખૂબ જ અસરકારક રહેશે. એકલું દૂધ લગાવવાને બદલે તમે જો મધ મેળવીને લગાવશો તો ત્વચા ચોખ્ખી થશે અને ચમકદાર પણ થશે. તમને ખીલની સમસ્યા હોય તો આ મિશ્રણમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવો.

દૂધ તથા પપૈયું

પપૈયામાં રહેલાં વિશિષ્ટ પ્રકારના એન્ઝાઇમ ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરે છે. દૂધમાં પપૈયું મિક્સ કરીને તેની પેસ્ટ 5 મિનિટ સુધી ચહેરા તથા ગળા અને ગરદન પર લગાવી રાખવી. આમ કરવાથી મૃત ત્વચા દૂર થશે અને ચહેરાની ચમક વધશે.

આ રીતે તમે ચહેરાની સુંદરતા વધારવા તેમ જ ઘૂંટણ, કોણી, ગરદનની કાળાશ દૂર કરવા દૂધનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં દૂધમાં ગાજરનો રસ ઉમેરીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગાજરમાં રહેલું બિટા કેરોટિન ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં ઉપયોગી થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.