એકવાર ફરી ડીપફેકનો સિલસિલો ચાલુ થયો છે તમને જાણીને નવી લાગશે કે આ વખતે કોઈ અભિનેત્રી નહિ પરંતુ એવો વ્યક્તિ આનો શિકાર બન્યો છે જેને ક્રિકેટની દુનિયાનો બાદશાહ કહેવામાં આવે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આ વખતે ડીપફેક વીડિયોના શિકાર બન્યા છે. તાજેતરમાં તેંડુલકરનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન માત્ર એપને સમર્થન જ નથી આપતો પણ ખોટો દાવો પણ કરે છે કે તેની પુત્રી સારાને એપથી આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
‘માસ્ટર બ્લાસ્ટર’ એ ટેક્નૉલૉજીના દુરુપયોગ અંગેના તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો, અને ખોટી માહિતી ફેલાવવા સામે તકેદારી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. ડીપફેક વિડિયો શેર કરતી વખતે તેંડુલકરે X પર લખ્યું, “આ વિડિયો નકલી છે. મોટા પાયે ટેક્નોલોજીનો દુરુપયોગ જોઈને હેરાન કરે છે. દરેકને વિનંતી કરવામાં આવે છે કે તે આવા વીડિયો, જાહેરાતો અને એપ્સને મોટી સંખ્યામાં જાણ કરે.”
રશ્મિકા મંદન્નાનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ પહેલીવાર નથી કે જ્યારે આ સ્ટારનો ડીપફેક વીડિયો સામે આવ્યો હોય, ગયા વર્ષે પણ અભિનેત્રી રશ્મિકા મંડન્નાના એક ડીપફેક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં રશ્મિકાનો ચહેરા પર સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યો હતો. મીડિયા પ્રભાવકનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. લોકોએ આ વીડિયોને વાસ્તવિક ગણાવ્યો. આ પછી રશ્મિકાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીપફેક શું છે?
ડીપફેક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2017માં થયો હતો. ત્યારબાદ અમેરિકામાં Reddit નામની એગ્રીગેટર એપ પર ફેક આઈડી સાથે સેલિબ્રિટીઝના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. અસલ વિડિયો, ફોટો કે ઑડિયોમાં અન્ય વ્યક્તિના ચહેરા, અવાજ અને હાવભાવને ફીટ કરવાને ડીપફેક કહેવાય છે. આ કરવા માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
ડીપફેકને કેવી રીતે ઓળખવું?
- વિડિઓ અથવા ફોટામાં ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરો. ડીપફેકમાં, ચહેરાના હાવભાવ અને હલનચલન બદલાતી રહે છે.
- ડીપફેક્સ શરીરના આકાર અને હલનચલનને કારણે અકુદરતી દેખાઈ શકે છે.
- તપાસો કે વિડિઓ વ્યક્તિના સામાન્ય વર્તનને બંધબેસે છે કે કેમ.
- વિશ્વસનીયતા માટે સ્ત્રોતો ચકાસો
- વીડિયોમાં બ્લર અને ક્રોપિંગ જેવી વસ્તુઓને કેપ્ચર કરવાનો પ્રયાસ કરો
આ પણ વાંચો:નવી દિલ્હી/ઈન્ડીગો ફ્લાઈટમાં પ્રવાસીએ પાયલટને ઝૂડી નાંખ્યો
આ પણ વાંચો:Indian Army Day/ભારતીય સેના દિવસ મનાવવા પાછળનું કારણ શું છે, જાણો 15 જાન્યુઆરીનું મહત્વ
આ પણ વાંચો:ram mandir/રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર ગર્ભગૃહ, રામ મંદિરની નવી તસવીરો આવી સામે
