Not Set/ સ્વામી નીત્યાનંદનો દાવો, એવી ગાય તૈયાર કરીશ જે સંસ્કૃત અને તમિલ બોલશે

દક્ષીણ ભારતનાં સ્વામી નીત્યાનંદે દાવો કર્યો છે કે એ એવી ગાય તૈયાર કરવામાં લાગ્યા છે જે સંસ્કૃત અને તમિલ ભાષા બોલશે. સ્વામી નિત્યાનંદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ આવો દાવો કરી રહ્યા છે. લગભગ 40 વર્ષની ઉમર ધરાવતા સ્વામી નિત્યાનંદ મૂળ તમિલનાડુનાં રહેવાસી છે. 2010 માં એક અભિનેત્રી સાથે કથિત […]

Top Stories India
nityananda 2 સ્વામી નીત્યાનંદનો દાવો, એવી ગાય તૈયાર કરીશ જે સંસ્કૃત અને તમિલ બોલશે

દક્ષીણ ભારતનાં સ્વામી નીત્યાનંદે દાવો કર્યો છે કે એ એવી ગાય તૈયાર કરવામાં લાગ્યા છે જે સંસ્કૃત અને તમિલ ભાષા બોલશે. સ્વામી નિત્યાનંદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ આવો દાવો કરી રહ્યા છે.

લગભગ 40 વર્ષની ઉમર ધરાવતા સ્વામી નિત્યાનંદ મૂળ તમિલનાડુનાં રહેવાસી છે. 2010 માં એક અભિનેત્રી સાથે કથિત સીડીનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારબાદ સ્વામી નિત્યાનંદની ગણના વિવાદિત ગુરુઓમાં થવા લાગી હતી.પોતાનાં પ્રવચન દરમ્યાન તેઓ નવા લુકમાં દેખાયા હતા.

nityananda 1 સ્વામી નીત્યાનંદનો દાવો, એવી ગાય તૈયાર કરીશ જે સંસ્કૃત અને તમિલ બોલશે
Swami Nityananda claims, he can make cows speak in Sanskrit and Tamil

સ્વામી નિત્યાનંદે કહ્યું કે, મેં એક સોફ્ટવેર તૈયાર કર્યો છે જેનાથી ગાય,વાંદરા અને સિંહ સંસ્કૃત,તમિલ બોલશે. આ સોફ્ટવેરનું પરીક્ષણ મેં કાલે જ સફળતાપુર્વક કર્યું હતું.એક વર્ષની અંદર હું દાવો સાબિત કરીને બતાવીશ. આ ઉપરાંત એમણે જણાવ્યું કે એમની પાસે એવી આધ્યાત્મિક શક્તિ છે જેનાથી તે ગાય,વાંદરા વગેરે પ્રાણીઓમાં એ આંતરિક અંગો વિકસિત કરી શકે છે જે અંગો માત્ર માણસોમાં જ હોય છે. નિત્યાનંદે દાવો કર્યો છે કે એ વોકલ કોર્ડ આ પ્રાણીઓમાં વિકસિત કરશે.

nityananda સ્વામી નીત્યાનંદનો દાવો, એવી ગાય તૈયાર કરીશ જે સંસ્કૃત અને તમિલ બોલશે
Swami Nityananda claims, he can make cows speak in Sanskrit and Tamil

સ્વામી નિત્યાનંદ ત્યારે ચર્ચાઓમાં આવ્યા હતા જયારે દક્ષિણની એક હિરોઈને એમનાં પર આરોપ લગાવ્યો હતો કે સ્વામીએ એની સાથે 40 થી વધુ વાર રેપ કર્યો હતો. આ ઉપરાંત સ્વામીના અન્ય શિષ્યોએ પણ એમનાં પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. એક વ્યક્તિ સાથે જબરદસ્તી સમલૈંગિક સંબંધ બનાવાના આરોપમાં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ કેસ પણ થઇ ચુક્યો છે.