Loksabha Electiion 2024/ ભારતનું બંધારણ બદલવાના રાહુલ ગાંધીના દાવોને નકરાતી NDA, ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં જીત થતા ભારતનું બંધારણ બદલવામાં આવશે.

Top Stories India
Beginners guide to 2024 05 07T173630.427 ભારતનું બંધારણ બદલવાના રાહુલ ગાંધીના દાવોને નકરાતી NDA, ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં જીત થતા ભારતનું બંધારણ બદલવામાં આવશે. રાહુલ ગાંધી અનેક વખત ચૂંટણી પ્રચારમાં આક્ષેપ કર્યો છે કે ભાજપ પક્ષ ભારતનું બંધારણ બદલશે. ભાજપના અનેક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના આ દાવાને નકરાવામાં આવ્યો. જ્યારે આજે મતદાનના ત્રીજા તબક્કામાં ભાજપના એક નેતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનના એક નેતા દ્વારા હવે બંધારણ બદલવામાં આવશે તેવા સ્વીકારની શરૂઆત કરવામાં આવી છે.

ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે. આ સંદર્ભમાં, હવે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ કહ્યું છે – આજે બંધારણ બદલવું જરૂરી છે. ભાજપની વિચારસરણી બંધારણ વિરોધી છે, તેઓ અનામત અને બંધારણને ખતમ કરવા માંગે છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે રાહુલ ગાંધી ભાજપ અને પીએમ મોદી પર અનેક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારમાં નાગરિકોને અનેક વખત અપીલ કરી હતી કે જો તમારે ભારતનું બંધારણ બચાવવું હોય તો ભાજપને હરાવો અને કોંગ્રેસને મત આપો. રાહુલ ગાંધીના બંધારણ બદલવાના દાવાને લઈને કોંગ્રેસના મહાનુભાવોથી લઈને તમામ સ્ટાર પ્રચારકોએ સ્લોગન કંઠસ્થ કર્યું હતું કે મોદી અને આરએસએસ બંધારણમાં ફેરફાર કરીને દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓના અનામત અને અધિકારો છીનવી લેવા માંગે છે. અમે ભાજપના આ પ્રયાસને નિષ્ફળ બનાવીશું. અમે અમારા જીવનનું બલિદાન આપીશું, પરંતુ બંધારણને અસર નહીં થવા દઈએ.

ભાજપના દિગ્ગજ નેતાઓથી લઈને ડેપ્યુટી સીએમ સુધી બધાએ શરૂઆતમાં નકાર્યો હતો. પરંતુ હવે ચૂંટણીના તબક્કા જેમ-જેમ પસાર થાય છે તેમ ભાજપા નેતાના નિવેદનોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ