Uttarkashi/ ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના બની, નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ કામદારો ફસાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને કુદરતી પ્રકોપની ઘટના વધી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા લોકો મૃત્યુ પામ્યા તો ઇમારતો, માર્ગો અને રાજમાર્ગોને મોટું નુકસાન થયું.

Top Stories India
YouTube Thumbnail 90 1 ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના બની, નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ કામદારો ફસાયા

ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામા 50થી વધુ કામદારો અંદર ફસાયેલા છે. ટનલ તૂટવાની દુર્ઘટનાની જાણ થતા રેસક્યુ તત્કાળ ઘટનાસ્થળે પંહોચી બચાવ કાર્ય હાથ ધર્યું છે. ફસાયેલા કામદારોને બહાર કાઢવા જેસીબી મશીનથી જ ટનલ ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. નેશનલહાઈવે પર ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. મોડી રાત્રે ટનલ લાઈનમાં કામગીરી ચાલુ હતી ત્યાં અચાનક ભૂસ્ખલન થવાની ઘટના બની. જેમાં 50-60 કરતાં પણ કામદારો ફસાયા હોવાનું સામે આવ્યું. કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને કુદરતી પ્રકોપની ઘટના વધી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા લોકો મૃત્યુ પામ્યા તો ઇમારતો, માર્ગો અને રાજમાર્ગોને મોટું નુકસાન થયું. અગાઉ 6 નવેમ્બરે પણ ઉત્તરાખંડમાં એક ટનલ 15માં આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. આ ટનલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટનો હિસ્સો છે.  આ દુર્ઘટનામાં તાત્કાલિક કામગીરી હાથ ધરતા લોકો સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા.


whatsapp ad White Font big size 2 4 ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના બની, નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ કામદારો ફસાયા


આ પણ વાંચો : Diwali 2023/ શેરબજારમાં દિવાળીના દિવસે ‘મુહૂર્ત ટ્રેડિંગ’નું શું છે મહત્વ, જાણો ઈતિહાસ…

આ પણ વાંચો : Surat Accident/ સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત

આ પણ વાંચો : Diwali 2023/ PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા, લેપ્ચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી