લાહોરઃ ICC T20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup) માટે પાકિસ્તાનની ટીમની (Pakistan Cricket Team) હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે અને તેમાંથી 15 ખેલાડીઓને ICC T20 વર્લ્ડ કપ માટે ફાઈનલ કરવામાં આવશે. મોહમ્મદ આમિર અને ઇમાદ વસીમ પાકિસ્તાનની T20 ટીમમાં પરત ફર્યા છે, આ બંનેની થોડા સમય પહેલા સુધી કેપ્ટન બાબર આઝમ સાથે ખાસ મિત્રતા નહોતી. આ બંનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ ICC T20 વર્લ્ડ કપ 2024ના થોડા સમય પહેલા જ બંનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને પાકિસ્તાનની ટીમમાં વાપસી કરી હતી. પાકિસ્તાનના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ આમિર વચ્ચે કંઈક અણબનાવ છે.
What happened???#BabarAzam #PakistanCricket #Cricket pic.twitter.com/caIkxZKxum
— Urooj Jawed (@uroojjawed12) May 6, 2024
આ વીડિયો કેટલો સાચો છે કે ખોટો તે કન્ફર્મ કરવું મુશ્કેલ છે કારણ કે તેને અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન બાબર અને ઈમાદ કોઈ વાતને લઈને દલીલ કરતા જોવા મળે છે. થોડા સમય પહેલા ઈમાદ વસીમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને બાબર આઝમથી કોઈ સમસ્યા નથી.
ઈમાદ વસીમે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બાબર આઝમ સાથે અમારો કોઈ વાંધો નથી, તે ટીમનો કેપ્ટન છે અને અમે બધા તેને સપોર્ટ કરી રહ્યા છીએ. કદાચ બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો છે કારણ કે તે આપણનેવર્લ્ડ કપનીટ્રો ફી લાવશે. ICCવર્લ્ડ કપ 2023ભારતમાં રમાયો હતો, જ્યાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકી નહોતી. આ પછી જ્યારે પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત આવી ત્યારે બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. શાન મસૂદને પાકિસ્તાનનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે શાહીન આફ્રિદીને ટી20નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફરી એકવાર લિમિટેડ ઓવર્સના ફોર્મેટની કપ્તાની બાબર આઝમને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:નારાયણની તોફાની બેટિંગથી કોલકાતાનો જંગી જુમલો
આ પણ વાંચો:ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો
આ પણ વાંચો:આજે ‘કરો યા મરો’ની સ્થિતિ ઊભી થશે! ગુજરાત ટાઈટન્સ કોને તક આપશે…
આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ 2024ને લઈને ICCની મોટી જાહેરાત, મેચ રેફરી અને અમ્પાયરોની યાદી જાહેર