Not Set/ સલમાન ખાન ટૂંક સમયમાં પહોંચ્યા મુંબઈ, જોધપુર એરપોર્ટ સુધીનો રોડ કરવામાં આવ્યો ખાલી

જોધપુર, કાળીયારને મારવાના કેસમાં સલમાન ખાનને જામીન મળ્યાં છે.શનિવારે બપોરે જોધપુરની સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાનને જામીન આપ્યાં હતા.આ અગાઉ મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટે સલમાનને 5 વર્ષની સજા ફટકારી હતી. જામીન મળ્યા બાદ સલમાનના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. Earlier visuals of #SalmanKhan coming out of Jodhpur Central Jail. pic.twitter.com/tYxgTAwWFd— ANI (@ANI) April 7, […]

Top Stories
salman khan walks out of jodhpur jail સલમાન ખાન ટૂંક સમયમાં પહોંચ્યા મુંબઈ, જોધપુર એરપોર્ટ સુધીનો રોડ કરવામાં આવ્યો ખાલી

જોધપુર,

કાળીયારને મારવાના કેસમાં સલમાન ખાનને જામીન મળ્યાં છે.શનિવારે બપોરે જોધપુરની સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાનને જામીન આપ્યાં હતા.આ અગાઉ મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટે સલમાનને 5 વર્ષની સજા ફટકારી હતી. જામીન મળ્યા બાદ સલમાનના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સલામ જેલમાંથી બહાર આવી ગયો છે અને લોકો મુંબઈ આવાની રાહ જોઈ રહ્યા છે. થોડાક સમયમાં સલમાન ખાન ચાર્ટર્ડ પ્લેન લઈને મુંબઈ પહોંચશે. સલમાન ખાન માટે જોધપુર એરપોર્ટ સુંધીનો પૂરો રસ્તો ખાલી કરવામાં આવ્યો છે. હાલ એરપોર્ટ પર સલમાન ખાનની બહેન અર્પિતા પણ ત્યાં જ હાજર છે.

સલમાન ખાનની જામીન અરજી પર જોધપુરના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશી સુનવણી કરી રહ્યાં હતા.જો કે રવિન્દ્ર કુમારની બદલી થતાં તેમના સ્થાને નવા જજની નિમણુંક થઇ હતી.જો કે સલમાનની જામીન અરજી પર જજ રવિન્દ્ર કુમારે જ સુનવણી ચાલુ રાખી હતી.સુનવણી દરમિયાન સલમાનના વકિલોએ તેને જામીન કેમ આપવા જોઇએ તે માટે દલીલો કરી હતી.બીજી તરફ બિશ્નોઇ સમાજના વકિલ અને સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.