approves/ જાપાને પ્રવાસીઓ માટે કોવેક્સીન બૂસ્ટર ડોઝને આપી મંજૂરી

જાપાને પણ ભારતમાં ઉત્પાદિત કોરોના રસી કોવાક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. જાપાને પ્રવાસીઓ માટે કોવેક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે.

Top Stories India
1 14 જાપાને પ્રવાસીઓ માટે કોવેક્સીન બૂસ્ટર ડોઝને આપી મંજૂરી

જાપાને પણ ભારતમાં ઉત્પાદિત કોરોના રસી કોવાક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. જાપાને પ્રવાસીઓ માટે કોવેક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. ભારત બાયોટેકે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. શુક્રવારે, ભારત બાયોટેકે અહેવાલ આપ્યો કે અમને એ જાહેરાત કરતાં ગર્વ છે કે જાપાને પ્રવાસીઓ માટે COVAXIN બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. કહ્યું કે આ સાથે કોવેક્સિનને બીજી વૈશ્વિક ઓળખ મળી છે. આ આપણી સાર્વત્રિક કોરોના રસીની અસરકારકતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં  કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે કોવેક્સિન જે ભારતે ઉત્પાદન કરી છે તેની વિશ્વના અનેક દેશો માન્યતા આપી ચૂક્યા છે. એવામાં આજે જાપાને પણ કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનના લીધે દેશનું નામ રોશન થયું છે, હાલમાં પણ કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી પરતું તેના કેસો આજેપણ વઘઘટ થઇ રહ્યા છે, હા એક વાતની રાહત એ છે કે હવે તેનાથી મોતનો આંકડો ઓછો જોવા મળી રહ્યો છે.