Not Set/ કરતારપુર કોરિડોરને લઈને ઝીરો પોઈન્ટ પર ભારત-પાકિસ્તાનની બેઠક ચાલુ

કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝીરો પોઇન્ટ પર ટેકનિકલ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ઉદઘાટનની તારીખે અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ કોરિડોર, પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે અને ભારતીય શીખ યાત્રાળુઓની  વિઝા આવન જાવનને સરળ બનાવશે. શીખ યાત્રાળુઓને માત્ર કરતારપુર સાહિબની મુલાકાત માટે […]

Top Stories India
kartarpur કરતારપુર કોરિડોરને લઈને ઝીરો પોઈન્ટ પર ભારત-પાકિસ્તાનની બેઠક ચાલુ

કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝીરો પોઇન્ટ પર ટેકનિકલ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ઉદઘાટનની તારીખે અંગે ચર્ચા થવાની સંભાવના છે.

આ કોરિડોર, પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે અને ભારતીય શીખ યાત્રાળુઓની  વિઝા આવન જાવનને સરળ બનાવશે. શીખ યાત્રાળુઓને માત્ર કરતારપુર સાહિબની મુલાકાત માટે પરવાનગીની જરૂર છે. 1522 માં ગુરુ નાનક દેવ દ્વારા કરતારપુર સાહિબની સ્થાપના કરવામાં આવી હતી.

ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગને સંબોધન કરતાં પાકિસ્તાન વિદેશ કચેરીના પ્રવક્તા ડો.મહમદ ફૈસલે કહ્યું હતું કે કરતારપુર કોરિડોર પર ટેકનિકલ બેઠક આવતીકાલે ઝીરો પોઇન્ટ ખાતે યોજાશે.

તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને સ્વીકાર્યો છે અને કરતારપુર સાહિબ કોરિડોર અંગે ટેકનિકલ બેઠક 30 ઓગસ્ટે ઝીરો પોઇન્ટ પર યોજાઈ રહી છે.

ઝીરો પોઇન્ટ એ બિંદુ છે જ્યાં આ કોરિડોરનો ભારતીય ભાગ અને પાકિસ્તાની ભાગ મળે છે.

ગુરુ નાનકના 550 મા પ્રકાશ પર્વ નિમિત્તે, 12 નવેમ્બરના રોજ લાહોરથી લગભગ 125 કિલોમીટર દૂર નરોવાલ ખાતે કોરિડોર ખોલવાના સંદર્ભમાં પાકિસ્તાન અને ભારત હજી નિયમો અંગે વિચારણા કરી રહ્યા છે. તે બંને પાડોશી દેશો વચ્ચેનો પ્રથમ વિઝા મુક્ત કોરિડોર પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.