Not Set/ દેશની સૌથી ઝડપી ટ્રેન દોડી પાટા પર, ૧૮૦ km/h ની ઝડપે કરાયો સફળ ટ્રાયલ

નવી દિલ્હી, ભારતીય રેલ્વેની ટ્રેનોમાં છેલ્લા કેટલાક સમયથી સ્પીડ વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે, ત્યારે રવિવારે દેશની સૌથી ઝડપી ટ્રેનનો પ્રથમ ટ્રાયલ સફળ રહ્યો છે.  આ ટ્રેનની સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી. દેશની સૌથી ઝડપી ટ્રેનના ટ્રાયલ માટે રાજસ્થાનના કોટાથી સવાઈ માધોપુર વચ્ચેના ટ્રેકને ટ્રાયલ માટે પસંદ કરવામાં આવ્યો હતો. जोर स्पीड […]

Top Stories India Trending
thumb 120218032047 દેશની સૌથી ઝડપી ટ્રેન દોડી પાટા પર, ૧૮૦ km/h ની ઝડપે કરાયો સફળ ટ્રાયલ

નવી દિલ્હી,

ભારતીય રેલ્વેની ટ્રેનોમાં છેલ્લા કેટલાક સમયથી સ્પીડ વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે, ત્યારે રવિવારે દેશની સૌથી ઝડપી ટ્રેનનો પ્રથમ ટ્રાયલ સફળ રહ્યો છે.  આ ટ્રેનની સ્પીડ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી.

દેશની સૌથી ઝડપી ટ્રેનના ટ્રાયલ માટે રાજસ્થાનના કોટાથી સવાઈ માધોપુર વચ્ચેના ટ્રેકને ટ્રાયલ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતીય રેલ્વે દ્વારા સૌપ્રથમ ૧૮૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન ચલાવી છે. ત્યારબાદ હવે આવનારા દિવસોમાં બીજા ટ્રાયલ પણ કરવામાં આવશે.

ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે “ટ્રેન ૧૮”ને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે.સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે.

આ ટ્રેનમાં સેફ્ટીનો પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કારણે કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં એક કોચ બીજામાં ઘૂસશે નહિ. સાથે સાથે આ ટ્રેનમાં આધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.