Not Set/ CM યોગીએ ઓવૈસી પર ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, “ભાજપની સરકાર આવી તો હૈદરાબાદથી લેવી પડશે વિદાય

હૈદરાબાદ, તેલંગાણામાં ૭ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. એક બાજુ જ્યાં  AIMIMના પ્રમુખ ઓવૈસી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પાર હુમલો બોલી રહ્યા છે, ત્યારબાદ હવે આ મામલે પ્રચાર અર્થે પહોચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે ઓવૈસી પર હુમલો બોલ્યો છે. […]

Top Stories India Trending
CM YOGI CM યોગીએ ઓવૈસી પર ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, "ભાજપની સરકાર આવી તો હૈદરાબાદથી લેવી પડશે વિદાય

હૈદરાબાદ,

તેલંગાણામાં ૭ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

એક બાજુ જ્યાં  AIMIMના પ્રમુખ ઓવૈસી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પાર હુમલો બોલી રહ્યા છે, ત્યારબાદ હવે આ મામલે પ્રચાર અર્થે પહોચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે ઓવૈસી પર હુમલો બોલ્યો છે.

BJPના ફાયરબ્રાંડ નેતાઓમાંના એક યોગીએ કહ્યું હતું કે, “તેલંગાણામાં જો ભાજપ સત્તામાં આવી તો ઓવૈસીને હૈદરાબાદ છોડીને ભાગવું પડશે”.

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું, “રાજ્યમાં ભાજપની સરકાર આવે છે તો હું તમને આશ્વાસન આપું છું કે AIMIMના પ્રમુખને એ રીતે જ હૈદરાબાદ છોડીને ભાગવું પડશે જે રીતે નિઝામો છોડીને ચાલ્યા ગયા હતા”.

આ પહેલા ઓવૈસીએ કહ્યું હતું કે, “AIMIMને હરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત હૈદરાબાદ આવી રહ્યા છે, જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચવાર આવી ચુક્યા છે. તેઓ મુસ્લિમ સમુદાય એ રીતે સમાપ્ત કરવા માંગે છે જે રીતે યુપી અને બંગાળમાં કર્યો છે.