Adani Fake Accounts: હિંડનબર્ગ રિપોર્ટ બાદ કટોકટીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહેલા અદાણી ગ્રુપ પર હવે વિકિપીડિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વિકિપીડિયાએ આરોપ લગાવ્યો છે કે લગભગ એક દાયકાથી અદાણી ગ્રુપ અલગ અલગ પ્લેટફોર્મ પર છબી સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિકિપીડિયાએ આ માટે ‘સોક પપેટ’નો પણ ઉપયોગ કર્યો છે.
‘સોક પપેટ’ એ ઇન્ટરનેટ પર સક્રિય એવા નકલી એકાઉન્ટ્સ છે, જે વ્યક્તિ અથવા મુદ્દાની તરફેણમાં લોકોનો અભિપ્રાય બનાવવા માટે બ્લોગ, ફોરમ, વિકિપીડિયા અને ફેસબુક અથવા ટ્વિટર જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વિકિપીડિયાએ આક્ષેપ કર્યો છે કે આમાંના કેટલાક ‘સોક પપેટ’ કંપનીના કર્મચારીઓ છે અને તેમણે બિન-તટસ્થ સામગ્રી ઉમેરવા અને માહિતી પર વિકિપીડિયા ચેતવણીઓ દૂર કરવાનું કામ કર્યું છે. અહેવાલ મુજબ 40 થી વધુ ‘સાક પપેટ’ અથવા અઘોષિત પેઇડ લેખકોએ અદાણી પરિવાર અને પારિવારિક વ્યવસાયો પર નવ લેખો સંપાદિત કર્યા. વિકિપીડિયાએ કહ્યું કે આ ‘સોક પપેટ્સ’ને પાછળથી બ્લોક કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે અદાણીની કુલ સંપત્તિમાં એક મહિનાથી ઓછા સમયમાં 70 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે વિશ્વના ત્રીજા સૌથી અમીર અબજોપતિમાંથી 25માં સ્થાને આવી ગયો છે. આ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના એક અહેવાલને અનુસરે છે, જેમાં ગ્રુપ પર ખાતામાં ફડિંગ, શેરના ભાવમાં વધારો અને શેલ કંપનીઓ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: Cricket/ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી મુશ્કેલીમાં, ટીમનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પણ ટેસ્ટ સિરીઝમાંથી બહાર
આ પણ વાંચો: રાજકોટ/ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ