Not Set/ લોકરક્ષક પેપર લીક : રોષે ભરાયા પરીક્ષાર્થીઓ, ઠેર-ઠેર ચક્કાજામ … સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ્દ કરી દેવામાં આવી છે. પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી છે. પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા પરીક્ષાર્થીઓએ બનાસકાંઠામાં ચક્કાજામ કર્યો હતો. વળી, ગઢડામાં […]

Top Stories Gujarat
paper leak લોકરક્ષક પેપર લીક : રોષે ભરાયા પરીક્ષાર્થીઓ, ઠેર-ઠેર ચક્કાજામ ... સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ્દ કરી દેવામાં આવી છે. પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી છે.

પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા પરીક્ષાર્થીઓએ બનાસકાંઠામાં ચક્કાજામ કર્યો હતો. વળી, ગઢડામાં પણ પરીક્ષાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ ઉપરાંત હિંમતનગરમાં પણ ગુસ્સે થયેલા ઉમેદવારોએ સરકારની હાય-હાય બોલાવી હતી અને કોલ લેટર ફાડી નાખ્યા હતા.

આ સિવાય રાજ્યના ઘણા સ્થળો પર ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો. પેપર લીકના મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે. ગૃહ વિભાગ સમગ્ર મામલે તપાસ કરશે.