Not Set/ કોટામાં 112 બાળકોનાં મોતનું કારણ શું? જાણો શું છે આ મામલે ‘ચીન’ કનેક્શન

રાજસ્થાનની કોટા હોસ્પિટલમાં 35 દિવસમાં 112 બાળકોનાં મોત થવા પાછળનાં મુખ્ય કારણો,અગાઉ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓએ જેકે લોન હોસ્પિટલમાં હાયપોથર્મિયાને મૃત્યુનું મુખ્ય કારણ જાહેર કર્યું હતું. જો કે, હોસ્પિટલમાં ખરીદીમાં કમિશન અને ભ્રષ્ટાચારની વાતો હોસ્પિટલના કર્મચારીઓ જાતે કહે રહ્યા છે. શું આ મોતની પાછળ ચીનના નબળા તબીબી ઉપકરણો, ભ્રષ્ટાચાર અને કમિશન છે? […]

Top Stories India
j k lone કોટામાં 112 બાળકોનાં મોતનું કારણ શું? જાણો શું છે આ મામલે 'ચીન' કનેક્શન

રાજસ્થાનની કોટા હોસ્પિટલમાં 35 દિવસમાં 112 બાળકોનાં મોત થવા પાછળનાં મુખ્ય કારણો,અગાઉ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓએ જેકે લોન હોસ્પિટલમાં હાયપોથર્મિયાને મૃત્યુનું મુખ્ય કારણ જાહેર કર્યું હતું. જો કે, હોસ્પિટલમાં ખરીદીમાં કમિશન અને ભ્રષ્ટાચારની વાતો હોસ્પિટલના કર્મચારીઓ જાતે કહે રહ્યા છે.

શું આ મોતની પાછળ ચીનના નબળા તબીબી ઉપકરણો, ભ્રષ્ટાચાર અને કમિશન છે? રાજસ્થાનના આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ કહ્યું કે, ચીન દ્વારા ઉત્પાદિત નબળી ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો હતો.

Image result for scam

જયપુરમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની કહ્યું હતું કે, “અમે ચીનમાં સાધનસામગ્રીની ખરીદી અંગે તપાસ શરૂ કરી છે.” તેમણે કહ્યું હતું કે, ચીફ સેક્રેટરી હેલ્થ રોહિતકુમાર સિંઘ આ પ્રકારના સાધનોની ખરીદી અંગે તપાસ કરશે. તપાસમાં આ મામલાની પાછળ હકીકતે કોણ અને શું છે તે સામે આવી જશે.

હોસ્પિટલના અધિકારીઓએ દ્વારા પણ આ વાતને પુષ્ટિ આપવામાં આવી હતી કે, મહિનાઓ સુધી કોઈ પણ ખાનગી કંપની કે ટેકનિશિયનને કામગીરીના ખોટવાયેલા ઉપકરણોને ઠીક કરવા માટે બોલાવવામાં આવ્યા નથી. હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કમિશનની રકમ નક્કી ન થતા હોસ્પિટલમાં વસ્તુઓ અકબંધ જેમની તેમ રાખી દેવામાં આવી હતી.

હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ સુરેશ દુલારાને જ્યારે પૂછવામાં આવ્યું કે કમિશન વહેંચણીની સમસ્યાને કારણે ઉપકરણોને ખામીયુક્ત થવા દેવામાં આવે છે, ત્યારે તેમણે કહ્યું કે, “કમિશન શેરિંગ એ એક ખોટો શબ્દ છે, પરંતુ હા, ત્યાં ઉચ્ચ સ્તરે ગંભીર ગેરરીતિઓ હતી, જેના કારણે તે નકામા થઈ ગયા. છે. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.