Not Set/ ધ્વજવંદન કરતા ઝંડાની પાઇપમાંથી નીકળ્યો કાળો સાપ…. પછી શું થયું અહીં જાણો

દેશ આજે સ્વતંત્રતા દિવસ અને નાગપંચમી ધૂમધામથી મનાવી રહ્યો છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના બૈતૂલમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં બૈતૂલના હિવરખેડી ગામ સ્થિત એક સ્કૂલમાં 15 ઓગસ્ટ ધ્વજવંદન કરવાનું આયોજન હતું. ત્યારે જ ઝંડાના પાઈપમાંથી અચાનક સાપ નીકળી આવ્યો હતો. આ અનોખા નજારાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જણાવી દઈએ કે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા […]

Top Stories India
ધ્વજવંદન કરતા ઝંડાની પાઇપમાંથી નીકળ્યો કાળો સાપ.... પછી શું થયું અહીં જાણો

દેશ આજે સ્વતંત્રતા દિવસ અને નાગપંચમી ધૂમધામથી મનાવી રહ્યો છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના બૈતૂલમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં બૈતૂલના હિવરખેડી ગામ સ્થિત એક સ્કૂલમાં 15 ઓગસ્ટ ધ્વજવંદન કરવાનું આયોજન હતું. ત્યારે જ ઝંડાના પાઈપમાંથી અચાનક સાપ નીકળી આવ્યો હતો. આ અનોખા નજારાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જણાવી દઈએ કે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને નાગપંચમી એક સાથે મનાવવામાં આવી રહ્યા છે.

કાળા રંગનો આ સાપ ફેણ ચડાવીને પાઇપ પર બેસી ગયો હતો. થોડા સમય પછી સાંપ ઉપરથી નીચે પડ્યો અને ત્યાંથી નાસી ગયો હતો. જોકે, નાગપંચમી ના દિવસે સાંપની પૂજા કરવામાં આવે છે. ભારતના ઘણા હિસ્સાઓમાં તો લોકો નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવળાવે છે. જોકે, બૈતૂલના હિવરખેડી માં ધ્વજવંદન સમયે સાપને જોઈને ભયભીત થઇ ગયા હતા.

index 1469888702 e1534333149785 ધ્વજવંદન કરતા ઝંડાની પાઇપમાંથી નીકળ્યો કાળો સાપ.... પછી શું થયું અહીં જાણો

બુધવારે દેશને આઝાદી મળ્યાને 71 વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસર પર દેશભરમાં આઝાદીનું જશ્ન ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના મોકા પર દેશનો ખૂણે-ખૂણો સજાવવામાં આવ્યો છે. સ્કૂલ, કોલેજ, ગલી અને મહોલ્લાથી લઈને લાલ કિલ્લા સુધી બધે જ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે સવારે 7:30 વાગ્યે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવ્યો હતો. પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી દેશના નામે સંદેશ આપ્યો હતો. એમણે લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું હતું. વર્ષ 2019 પહેલા પીએમ મોદીનું લાલ કિલ્લા પરથી આ છેલ્લું ભાષણ હતું. પ્રધાનમંત્રીએ ભાષણ બાદ લાલ કિલ્લા પાસે બાળકો સાથે મુલાકાત કરી હતી.