Not Set/ ગુજરાત રાજ્યનાં ચાર પોલીસ અધિકારીઓને સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યાં મેડલ

  આજ સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્રપતિ દ્વારા આજના શુભ પ્રસંગનાં રોજ દેશની પ્રત્યે નિષ્ઠા અને નીતિથી સેવા આપતા બહાદુર પોલીસ અધિકારીઓને મેડલ આપવામાં આવ્યા હતા. આ મેડલનું નામ પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગગ્વિશ્ડ સર્વિસ (નામાંકિત સેવા માટે રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ) છે. જેમાં ઈમાનદારીથી સેવા આપતા પ્રતિષ્ઠિત પોલીસ અધિકારીઓને પ્રજાસતાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી અને […]

Top Stories Ahmedabad Gujarat
dfkjhghaskjhfasdgjkhdgkjhgjsfd ગુજરાત રાજ્યનાં ચાર પોલીસ અધિકારીઓને સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યાં મેડલ

 

આજ સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્રપતિ દ્વારા આજના શુભ પ્રસંગનાં રોજ દેશની પ્રત્યે નિષ્ઠા અને નીતિથી સેવા આપતા બહાદુર પોલીસ અધિકારીઓને મેડલ આપવામાં આવ્યા હતા. આ મેડલનું નામ પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગગ્વિશ્ડ સર્વિસ (નામાંકિત સેવા માટે રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ) છે. જેમાં ઈમાનદારીથી સેવા આપતા પ્રતિષ્ઠિત પોલીસ અધિકારીઓને પ્રજાસતાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી અને સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપવામાં આવે છે.

આજ રોજ જાહેર થયેલા મેડલ્સમાં ગુપ્તચર વિભાગનાં (ઈંટેલિજેંસ બ્યુરો) ઇન્ચાર્જ આર. બી. બ્રહ્મભટ્ટ અને અમદાવાદ શહેરના એએસઆઇ શ્રી વ્યાસ દિપક કુમાર શાંતિલાલને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. જો કે આ અધિકારીઓ સિવાય અન્ય બે અધિકારી બરોડા યુનિટ એન્ટી કરપ્શન બ્યુરોનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી પૂનમચંદ રામાભાઈ ગેલોત અને અંકલેશ્વર સિટીનાં પીએસઆઇ શ્રી ચૌધરી નરસંગભાઇ દલસણભાઈને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના એએસઆઇ શ્રી વ્યાસ દિપક કુમાર શાંતિલાલ એ જ પોલીસ અધિકારી છે, જેમણે હાઇકોર્ટના આદેશથી અમદાવાદ શહેરમાં ચલાવવામાં આવેલી ટ્રાફિક ઝુંબેશમાં મહત્વનો ફાળો આપ્યો છે. અમદાવાદ શહેરને ટ્રાફીકમુક્ત કરવામાં અમદાવાદ શહેરના એએસઆઇ શ્રી વ્યાસ દિપક કુમાર શાંતિલાલનું ખુબ યોગદાન રહ્યું છે.

જયારે આર. બી. બ્રહ્મભટ્ટની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસનાં તવારીખમાં રાષ્ટ્રપતિ હસ્તકે ત્રણ મેડલ મેળવનાર ગુજરાત પોલીસ કેડરના એક માત્ર ગુજરાતી આપીએસ અધિકારી છે. સપ્ટેમ્બર 2002 માં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે હુમલાની માહિતી મળતા જ અક્ષરધામ મંદિર પહોંચી ગયા હતા. આતંકવાદીઓ દ્વારા કરાયેલી ગોળીબારીમાં તેઓ ઘાયલ થઇ ગયા હતા, પરંતુ ગાંધીનગર હોસ્પિટલથી સામાન્ય પાટાપીંડી કરાવી ફરી અક્ષરધામ પોતાની ડ્યુટીમાં જોડાઈ ગયા હતા.