Not Set/ યુપી પોલીસે પૂર્વ CM અખિલેશ યાદવની કરી અટકાયત

  ખેડૂત બિલની વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે, તો યુપીમાં સમાજવાદી પાર્ટી તેના સમર્થનમાં રાજ્યભરમાં ખેડૂત યાત્રાઓનું આયોજન કરી રહી છે. રાજ્યમાં પોલીસે સપાનાં કેટલાક નેતાઓને નજરકેદ હેઠળ રાખ્યા છે, જ્યારે ઘણા પૂર્વ ધારાસભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉપરાંત લખનઉમાં અખિલેશ યાદવ અને પાર્ટીનાં કાર્યકરોને પોલીસ દ્વારા તેમના વાહનોને રોક્યા બાદ ધરણા પર […]

Top Stories India
corona 84 યુપી પોલીસે પૂર્વ CM અખિલેશ યાદવની કરી અટકાયત

 

ખેડૂત બિલની વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે, તો યુપીમાં સમાજવાદી પાર્ટી તેના સમર્થનમાં રાજ્યભરમાં ખેડૂત યાત્રાઓનું આયોજન કરી રહી છે. રાજ્યમાં પોલીસે સપાનાં કેટલાક નેતાઓને નજરકેદ હેઠળ રાખ્યા છે, જ્યારે ઘણા પૂર્વ ધારાસભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ઉપરાંત લખનઉમાં અખિલેશ યાદવ અને પાર્ટીનાં કાર્યકરોને પોલીસ દ્વારા તેમના વાહનોને રોક્યા બાદ ધરણા પર બેઠા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો. વારાણસી, લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, ગોરખપુર, મેરઠ સહિતનાં અનેક જિલ્લાઓમાં સપાનાં નેતાઓનાં ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. કન્નૌજમાં પોલીસે ખેડ઼ૂત યાત્રા કાઠવા અડગ તેવા એસપી કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. અહીં પણ ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પોલીસ લાઇનમાં મોકલવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર કન્નૌજ જતા પહેલા અખિલેશ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, તમામ વિપક્ષો વચ્ચે સમાજવાદી પાર્ટીનાં વડા ચાલતા જ કન્નૌજ જવા રવાના થયા અને રસ્તા પર ધરણા પર બેઠા. અખિલેશે કહ્યું હતું કે, હું કન્નૌજ જાઉં છું, ટ્રેન બંધ કરી દેવામાં આવી છે, પણ હું જ્યાં સુધી શક્ય ત્યાં ચાલીને જઇશ. આ સમય દરમિયાન, તેમણે નવા કૃષિ કાયદાને ખેડૂતોનો વિનાશ કરતો કાયદો ગણાવ્યો છે. હવે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો