Not Set/ લગ્નના દિવસે જ દુલ્હન થઇ કોરોના પોઝિટિવ, PPE કીટ પહેરી લીધા સાત ફેરા, જુઓ

કોરોના કાળમાં થઇ રહેલા લગ્નોમાં જ્યાં અતિથિઓની સંખ્યાને લેઈને સરકાર તરફથી સતત માર્ગદર્શિકા આવતી રહે છે. આ દરમિયાન આવા લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુલ્હા-દુલ્હન સહિત પંડિત

India
a 101 લગ્નના દિવસે જ દુલ્હન થઇ કોરોના પોઝિટિવ, PPE કીટ પહેરી લીધા સાત ફેરા, જુઓ

કોરોના કાળમાં થઇ રહેલા લગ્નોમાં જ્યાં અતિથિઓની સંખ્યાને લેઈને સરકાર તરફથી સતત માર્ગદર્શિકા આવતી રહે છે. આ દરમિયાન આવા લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુલ્હા-દુલ્હન સહિત પંડિત અને કન્યાદાન કરનાર માતા-પિતાએ પણ પી.પી.ઇ કીટ પહેરી છે.

આ વીડિયો રાજસ્થાનના બાંરા જિલ્લાના લગ્નનો છે. લગ્ન જિલ્લાના શાહબાદ તહસીલના કેલવાડા ગામના કોવિડ કેર સેન્ટરમાં થયેલા લગ્નનો છે. હકીકતમાં, લગ્નના દિવસે, દુલ્હનનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ પરિવારે આ રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું.

વિડીયોમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે કન્યા અને વરરાજા આસમાની રંગની  પી.પી.ઇ કીટ પહેરીને મંડપ પર બેઠા છે. કન્યાના માતા-પિતા સફેદ પી.પી.ઇ કીટ પહેરે છે, અને પંડિતજી દૂર મંત્રોચ્ચાર કરી રહ્યા છે.

વિડીયોમાં અન્ય કોઈ વ્યક્તિ દેખાતા નથી. આ સમગ્ર લગ્ન સમારોહનું આયોજન સરકારને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દેશભરમાં 1 કરોડ સુધી પહોંચે છે અને રસીના ટ્રાયલ હજી પણ ચાલુ છે. આવી સ્થિતિમાં, સમય સમય પર, સરકારે લોકોને તેમની સામાજિક પ્રવૃત્તિઓને દૂર રાખવાની, માસ્ક પહેરવાની અને સાબુથી વારંવાર હાથ ધોવાનું કહેવામાં અવી રહ્યું છે. લગ્ન સમારોહ માટે લોકોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ જગતમાં હાહાકાર : નસવાડીના લિંડા સ્કૂલના આચાર્યની હત્યા કેસના આરોપીનો મળ્યો મૃતદેહ

રાજકોટ અગ્નિકાંડના વધુ એક દર્દીનું મોત ગણતરીમાં ક્યારે લેવાશે..?

ક્રિકેટ ટૂર્નામેન્ટ જીત્યા બાદ યુવકોએ કર્યું કંઇક આવું કે, પોલીસ આવી હરકતમાં

અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…