રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર વધુ 3 દર્દીઓના કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે. સાથે સાથે આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે લાગેલી આગમાં ઈજાગ્રસ્ત ગંભીર રીતે દાજી ગયેલ વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ ઈજાગ્રસ્ત દર્દીના મોતની ગણતરી સેમા કરવી? શું કોરોનાના કારણે થયેલ મોત ન ગણી શકાય?
આ પણ વાંચો :fire / અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ
આમ તો રાજકોટ, ગુજરાત આરોગ્ય વિભાગ અને કોરોનાથી થતા મોતને પહેલી જ વાંકું ચાલી રહ્યું છે. શરૂઆતથી જોઈ શકાય છે કે, કોરોનાથી થતા મોતના બંને તંત્ર દ્વારા આપવામાં આવતા આંકડામાં હંમેશા વિસંગતતા જોવા મળી છે. અને ત્યાર સહિત ભૂતકાળમાં પણ ભારે વિવાદોના વંટોળ ચગ્યા છે. જો કે, આજ પણ મોતનો આંકડો નક્કી કરવામાં ડેથ કમિટીની મહત્વની ભૂમિકા છે.
રાજકોટમાં કેસની સંખ્યા ભલે સતત સ્થિર રહે પણ હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યા ઘટી રહી છે. રાજકોટમાં 2600 કોવિડની ક્ષમતા છે જેમાંથી 1900 બેડ શુક્રવાર સુધી ખાલી હતા અને શનિવારની સ્થિતિએ 1866 ખાલી છે એટલે કે બેડની સંખ્યા સતત ઘટતી જાય છે. જે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. બીજી તરફ તંત્રના સત્તાવાર ચોપડે 1203 દર્દી સારવારમાં હોવાનું નોંધાયું છે. હાલ કોવિડ હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા વધી રહી છે. જેમાં અત્યારે 1866 જેટલા બેડ ખાલી જોવા મળે છે. તંત્ર આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રહ્યું છે.
આ પણ વાંચો :ahmedabad / AMCની સંચાલિત આ લાઈબ્રેરીની ઘોર બેદરકારી આવી સામે
રાજ્યમાં ગઈ કાલે કોવિડ-19ના નવા 1535 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે, જ્યારે 1,98,527 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 90 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,652 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,17,333 પર પહોંચી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
