Ahmedabad News/ અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા

ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે કેન્દ્ર સરકારનાં નકલી અધિકારીઓ ઝડપાયા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)નાં સરખેજ (Sarkhej)માં અધિકારી બનીને હાટ ગ્રામ્યમાં એસ.પી.ની કચેરીમાં નકલી અધિકારી (Dummy officer)ઓ ઝડપાયા છે. પોલીસને શંકા જતા પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો છે. સરખેજ પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય મહિનાઓથી નકલીનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે કેન્દ્ર સરકારનાં નકલી અધિકારીઓ ઝડપાયા છે. અમદાવાદમાં સરખેજ પોલીસે નકલી અધિકારીઓને ઝડપી પાડ્યા છે. હાટ ગ્રામ્ય એસ.પી.ની કચેરીમાં કેન્દ્ર સરકારનાં અધિકારી બનીને ગયા હતા. આઈકાર્ડમાં રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનો દુરુપયોગ કર્યો હતો. નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામનો ઉપયોગ કર્ય હતો.

એટલું જ નહીં, આઈકાર્ડમાં એમએસએમઈ, ભારત સરકારનો ઉલ્લેખ કર્યો હતો. આઈકાર્ડમાં ‘જોઈન્ટ ડિરેક્ટર’, નેશનલ ડિરેક્ટર’ લખ્યું હતુંં. વાઈસ પ્રેસિડેન્ટ’ જેવા પદ પણ આઈકાર્ડમાં દર્શાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ દમણમાંથી ગૃહમંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અધિકારી ઝડપાયા હતા. આરોપીએ ગૃહમંત્રીના નકલી ઓએસડી અધિકારી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દમણ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી.

નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધીને પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી.દમણ પોલીસને કોલ બાબતે શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી. કોલ કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો ઓએસડી ન હોવાની માહિતી મળી હતી. જેથી ગુનાની ગંભીરતા જોતા પોલીસે ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્ર સિંહ અને મુંબઈથી શહજાદ શમશાદની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે સઘન પૂછપરછ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં નકલી કોસ્મેટિક્સનું ધૂમ વેચાણ! રાજ્યમાં 1 કરોડનો મુદ્દામાલ પકડાયો

આ પણ વાંચો:ભૂતપૂર્વ RTO ઇન્સ્પેક્ટર નકલી ખેડૂત બની 300 કરોડની જમીનનો માલિક બન્યો!

આ પણ વાંચો:ખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો