Not Set/ રાજસ્થાન : ભાજપ કોંગ્રેસ બન્ને માટે માથાનો દુ:ખાવો

ભાજપને પરાજયમાંથી બેઠકો કરવાની ક્ષમતા વસુંધરા રાજેમાં છે. તેવી રાજસ્થાન ભાજપના અન્ય નેતાઓમાં તેથી જ મોવડી મંડળ તેના અભિપ્રાયને માન આપે છે. સચીન પાયલટના પ્રથમ બળવા વખતે એક તબકકે ભાજપનુ મોવડી મંડળ તેમને ભાજપમાં લઇ મુખ્યમંત્રી પદ આપવા તૈયાર થઇ ગયુ હતુ.

India Trending
vasundhara raje રાજસ્થાન : ભાજપ કોંગ્રેસ બન્ને માટે માથાનો દુ:ખાવો

કોંગ્રેસને પાયલોટ અને બસપાના કોંગ્રેસમાં ભળેલા ધારાસભ્યોનો ઘુંઘવાટ મુંઝવે છે તો ભાજપને પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પ્રદેશ પ્રમુખ પૂનિયા વચ્ચેનો સંઘર્ષ પરસેવો વાળી દે છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કોંગ્રેસ પાસે જે બે રાજયો છે તે પૈકી પંજાબમાં ચુંટણીને માત્ર એક જ વર્ષ બાકી હોવા છતા સખળ ડખળ ચાલુ છે તો રાજસ્થાનમાં તો છેલ્લા એક વર્ષથી પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. કોંગ્રેસની ગેહલોત સરકાર સામે એક આફત જાય ત્યાં બીજી આવીને ઉભી રહે છે. સચીન પાયલોટ અને તેના સાથીઓને સંતોષવા માટે મોવડી મંડળે અવાર નવાર દરમિયાનગીરી કરવી પડે છે. સચીન પાયલોટને સમાધાન ફોર્મ્યુલાના ભાગપે નાયબ મુખ્યમંત્રી અથવા પ્રદેશ કોંગ્રેસનુ પ્રમુખ પદ સોંપવાની ભલામણ કરવામાં આવી છે. પણ જો કે સચીન પાયલોટ હવે અશોક ગેહલોતના હાથ નીચે કામ કરવાના મુડમાં નથી. તેઓ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બની પક્ષના રાજય સંગઠનની કમાન પોતાના જ હાથમાં રાખવા માગે છે. આ તેનું વાસ્તવિક વલણ છે. જે ને તે છોડવા માગતા નથ. જો ક સાથો સાથ પોતાના બે ક ત્રણ સાથીદારોને ગેહલોત કેબીનેટમાં સ્થાન અને મલાઇદાર ખાતાઓ મળે તેવુ પણ ઇચ્છે છે. જો કે આ ફોર્મ્યુલા લગભગ સ્વીકૃત બની છે. પરંતુ રાજસ્થાન પ્રધાનમંડળ વિસ્તરણમાં ગેહલોતે જે ધારાસભ્યોને પ્રધાન પદની ચોકલેટ આપી છે તે ધારાસભ્યોને હજી પ્રધાનપદની ચોકલેટ ચગળવા મળી નથી તેથી તેઓ પણ નારાજગીનો સુર કાઢી રહ્યા છે.

himmat thhakar રાજસ્થાન : ભાજપ કોંગ્રેસ બન્ને માટે માથાનો દુ:ખાવો
રાજસ્થાનમાં બસપાની 6 અને 10 અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા તેના કારણે સરકાર રચી શકાઈ  છે અને હવે આ ધારાસભ્યો પણ પોતાની કિંમત ગેહલત પાસે માગે છે. આ ધારાસભ્યોનું કહેવુ છે કે અમારા કારણે જ સરકાર ટકી છે. સચિન પાયલોટે બળવો કર્યો ત્યારે જ સરકાર જાય તેવી સ્થિતિ હતી. ગેહલોતે આ પડકાર ઝીલી સરકાર માટ વિશ્ર્વાસનો મત લેવા પડકાર ફેંકયો હતો. જો કે કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધીની  સમજાવટથી મામલો થાળે પડયો. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી પુર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન કહે છ કે હવે રાજસ્થાન કોંગ્રસ સરકાર માટે કોઇ સમસ્યા નથી. પ્રધાનમંડળમાં વિતરણ સાથે ઘીના ઠામમાં ઘી પડી રહેવાનુ છે. જો કે ગેહલોત માટે પ્રધાન મંડળનું વિસ્તરણ પણ અગ્નિ પરીક્ષા જેવુ બની રહેવાનુ છે. કારણ કે આ વિસ્તરણમાં તેઓ કેટલા ધારાસભ્યોને કેવો સંતોષ આપી શકે તે જ જોવાનુ રહે છે.

Rajasthan: All 6 BSP MLAs merge with Congress in Rajasthan | India News - Times of India
આ સંજોગો વચ્ચે પરિસ્થિતિ એવી છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તુટે એવગી છે. રાજસ્થાનમાં સ્પષ્ટ બબહુમતી નહોતી છતા કોંગ્રેસે બસપા અપક્ષોને પહેલા ટેકો મેળવ્યો અને પછી પક્ષમાં ભેળવી લઇ સરકાર ટકાવી છે. દેશી શબ્દોમાં કહીએ તો પરાણે સરકાર ટકાવી છે. અથવા તો થુકના સાંધા કરીને સરકાર ટકાવી છે. ગેહલોતે કોરોનાની લહેર વખતે ભરેલા પગલાનો લોકોને સીધો લાભ કરાવતા તેના માટે અત્યંત લાભદાયી પુરવાર થયા છે અને તાજેતરમાં યોજાયેલી ત્રણ બેઠકોની પેટા ચુંટણીમાં વિજય મેળવી તેઓની બે બેઠકો તો ભાજપ પાસેથી આંચ્કી લેવામાં જે સફળતા મળી તેનુ પણ આજ કારણ છે. બીજુ કોઇ નથી. જો કે હજી ચુંટણીને ઘણો લાંબો સમય બાકી છે. એટલે ત્યાં સુધી સરકાર ટકાવવી કોંગ્રેસ ગેહલોત અને સચીન પાયલોટ એ ત્રણેય માટે મહત્વની છે. જો કે ચુંટણી સુધી સરકાર વ્યવસ્થિત ચાલે અને પછી રાજસ્થાનમાં કોંગ્રેસની ફરી સત્તાના ઇતિહાસનું પૂનરાવર્તન કરી શકાય તે માટે પુરતો પ્રયાસ કરવાની આવશ્યકતા છે. કારણ કે બે અપવાદને બાદ કરતા મોટે ભાગે રાજસ્થાનમાં પાંચ વર્ષે સત્તાનું પરિવર્તન થતુ જ રહે છે.

Boost for Ashok Gehlot as 6 BSP MLAs join Congress in Rajasthan
જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તુટે એવી સ્થિતિ છે. તેવે સમયે ભાજપમાંય બધુ સરખુ ચાલે છે તેવુ નથી. ત્યાં પણ જુથ બંધીના અજગરે બરાબર ભરડો લીધો છે. બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પદનો સ્વાદ ચાખી ગયેલા વસુંધરા રાજે મુળ તો મઘ્યપ્રદેશના સિંધીયા પરીવારના જ છે. તેઓ રાજમાતાની વિજયા રાજે સિંધીયાની જેમ પહેલા જનસંઘ અને પછી ભાજપમાં જ રહ્યા છે. પક્ષને રાજસ્થાનમાં મજબુત બનાવવા માટે તેમની ભૂમિકા છે. ર013માં ત્યાં ભાજપની જે રીતે સત્તા વાપસી થઇ હતી તેના માટે વસુંધરા રાજેની પરિવર્તન યાત્રા જ જવાબદાર હતી. ર018માં રાજસ્થાનમાં જાટ આંદોલનના સહીતના અનેક પાસાઓના કારણે ભાજપ સત્તાથી વંચિત થઇ ગયુ તે અલગ વાત છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ સહીત પુનિયા અને વસુંધરા રાજેને 36નો આંકડો છે. એટલે કે બન્નેને બનતુ નથી. સતીશ પુનિયા પણ ભાજપમાં મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં છે અને મોદી-શાહ અને નડ્ડાની ત્રિપુટીનો વિશ્વાસ ધરાવે છે. જો કે વસુંધરા રાજે પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્નેના વિશ્વાસપાત્ર નેતા ગણાવે છે. 2018 વિધાનસભાની ચુંટણીમાં પરાજય મળ્યા બાદ ર019ની લોકસભા ચુંટણીમાં ભાજપને બધી જ બેઠકો મળી ખુદ સચીન પાયલોટ પણ હારી ગયા હતા. આના માટેનો યશ ભાજપના મોવડી મંડળે વસુંધરા રાજેને આપ્યો હતો.

Rajasthan Elections 2018: Vasundhara Raje Hits Out At Sachin Pilot, Son In Law Of Farooq Abdullah - राजस्थान चुनाव 2018: वसुंधरा राजे का सचिन पायलट पर पलटवार, फारूक अब्दुल्ला से रिश्ता याद
આ પણ એક વાસ્તવિકતા છે. હકિકત છે. ભાજપને પરાજયમાંથી બેઠકો કરવાની ક્ષમતા વસુંધરા રાજેમાં છે. તેવી રાજસ્થાન ભાજપના અન્ય નેતાઓમાં તેથી જ મોવડી મંડળ તેના અભિપ્રાયને માન આપે છે. સચીન પાયલટના પ્રથમ બળવા વખતે એક તબકકે ભાજપનુ મોવડી મંડળ તેમને ભાજપમાં લઇ મુખ્યમંત્રી પદ આપવા તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ વસુંધરા રાજેએ તાત્કાલિક દિલ્હી દોડી જઇ મોવડી મંડળને એવો કોઇ નિર્ણય લેવા દીધો નહોતો. રાજસ્થાનના રાજકીય વર્તુળો કહે છે કે તે પ્રમાણે તે વખતે જો મોવડી મંડળે આવો કોઇ નિણય લીધો હોત તો વસુંધરા રાજે વસુંધરા રાજે બળવાના માર્ગે જાત. આ વાત ભાજપના મોવડી મંડળને જરાય પોસાય તેવી નથી. જો કે હમણા છેલ્લા થોડા સમયથી રાજસ્થાન પ્રદેશ ભાજપના પ્રમુખ સતીશ પુનિયા વસુંધરા રાજેને કદ પ્રમાણે વેતરવાનુ શ કર્યુ છે. રાજસ્થાન વિધાનસભાની ત્રણ બેઠકોની પાંચ ચુંટણીમાં ઉપરવટ જઇ તેમણે ઉમેદવારો પસંદ કરાવ્યા. જો કે આમાના એકેય જીત્યા નહી તે બાબતે સતીશ પુનિયાની પોલ ખોલી નાખી છે. તેથી વળતો દાવ લેવા માટે ભાજપે રાજસ્થાનમાં જે કાર્યક્રમો શરૂ કર્યા  તેમાં વસુંધરા રાજેની ઉપેક્ષા શરુ કરી છે.

Gulab Chand Kataria Comment On Vasundhara Raje Bungalow News - पूर्व सीएम राजे का बंगला खाली कराने का मामला, दिग्गज नेता का आया बड़ा बयान, निकाले जाने लगे राजनीतिक ...
તાજેતરમાં રાજસ્થાન પ્રદેશ ભાજપના સંગઠનને પોતાના ભાવિ કાર્યક્રમ કે કોરોના મહામારીમાં લોકોને મદદ કરવા માટેના અભિયાનના જે પોસ્ટરો બનાવ્યા તેમાં મોદી, શાહ અને નડ્ડા એટલે કે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના ફોટા સાથે રાજસ્થાન પ્રદેશ ભાજપના પ્રમુખ સતીશ પુનિયાનો ફોટો છે પરંતુ બે બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બની ચુકેલા વસુંધરા રાજેનો ફોટો મુકાયો નથી. આ એક નોંધપાત્ર ઘટના કહી શકાય તેમ છે. આનાથી વસુંધરા રાજેએ આ અંગે ભાજપ મોવડી મંડળ સુધી રજુઆતો કરી છે. અને બીજા અર્થમાં કહીએ તો રાજસ્થાનના આ પુર્વ મહીલા મુખ્યમંત્રીએ મારો વાંક શુ ? તેવો જ પોકાર પાડયો છે. આ સંજોગો પ્રમાણે જોઇએ તો ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોમાં વધુ સરખુ ચાલતુ નથી. પરિસ્થિતિ વિકટ જ છે. આંતરીક ખેંચતાણવાળી અને ડખા સભર અને બન્ને પક્ષોના કેન્દ્રિય મોવડી મંડળ માટે માથાના દુ:ખાવા સમાન છે. મોંઘવારી પણ સમસ્યા છે જેના માટે ગેહલોત અને મોદી બન્ને સરખા જવાબદાર છે. છોટુભાઇ વસાવાનો પક્ષ તેના ધારાસભ્યના પક્ષ પલ્ટાથી નારાજ છે તો માયાવતીના પક્ષ બસપાએ પણ ભાજપ-કોંગ્રેસ બન્ને સામે દાવ લેવાનુ નકકી કર્યુ છે. આ સંજોગોમાં ભાજપ કોંગ્રેસએ બન્ને માટે આ ચુંટણી એક મોટો પડકાર બની રહે તેવી પુરી શકયતા છે.