electoral bonds/ ચૂંટણીપંચે સીલબંધ કવર હેઠળ ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી

રાજકીય પક્ષોને મળેલા ઇલેક્ટોરલ બોન્ડની વિગતો ચૂંટણીપંચે જાહેર કરી છે. આ અંગે માનવામાં આવે છે કે આ વિગતો 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધ ધરાવે છે. ગયા અઠવાડિયે ચૂંટણી પેનલ દ્વારા આ તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી હતી.

Top Stories India Breaking News
YouTube Thumbnail 5 ચૂંટણીપંચે સીલબંધ કવર હેઠળ ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને મળેલા ઇલેક્ટોરલ બોન્ડની વિગતો ચૂંટણીપંચે જાહેર કરી છે. આ અંગે માનવામાં આવે છે કે આ વિગતો 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધ ધરાવે છે. ગયા અઠવાડિયે ચૂંટણી પેનલ દ્વારા આ તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી હતી.

ચૂંટણીપંચે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશો મુજબ સીલબંધ કવરમાં ચૂંટણી બોન્ડ ડેટા ફાઇલ કર્યા હતા. કમિશને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષો પાસેથી મેળવેલા ડેટા સીલબંધ પરબીડીયુ ખોલ્યા વિના સુપ્રીમ કોર્ટમાં સુપ્રદ કરવામાં આવ્યું હતું.

15 માર્ચ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઇવમાં ડિજિટલ રેકોર્ડસ સાથે ભૌતિક નકલ પરત કરી હતી. સુપ્રીમ કોર્ટના 15 માર્ચ 2024ના આદેશ મુજબ તે સીલબંધ ડેટા પણ જાહેર કરવાનો છે.

બેન્ચે રજિસ્ટ્રીમાંથી તે ડેટાની સ્કેન કરેલી નકલ સાચવવા અને મૂળ ડેટાની નકલ કમિશનને પરત કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીપંચે આજે તેની વેબસાઇટ પર ઇલેક્ટોરલ બોન્ડ્સ પર સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાંથી ડિજિટલ સ્વરૂપમાં ડેટા અપલોડ કર્યો છે. તેને વેબસાઇટ https://www.eci.gov.in/candidate-politicparty પર એક્સેસ કરી શકાય છે.

એપ્રિલ 2019થી અત્યાર સુધીનો ડેટા ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો. ગયા ગુરુવારે ચૂંટણીપંચે 12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધી જારી કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ્સનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને અગાઉના સમયગાળાના ડેટા પરત કરવા જણાવાયું હતું.

આમ છતાં તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને અગાઉના સમયગાળાના ડેટા પરત કરવા જણાવ્યું હતું. છતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને અગાઉના સમયગાળાના ડેટા પરત કરવા જણાવ્યું હતું.  12 એપ્રિલ 2019 અને બીજી નવેમ્બર 2023ના રોજ પસાર કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશો મુજબ પંચે 12 એપ્રિલ 2019 પહેલા વેચાયેલા અને રોકડ કરાયેલા ચૂંટણી બોન્ડની વિગતો સુપ્રીમ કોર્ટને મોકલી હતી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2018માં આ યોજનાની શરૂઆતથી 30 હપ્તામાં 16,518 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ જારી કર્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એસબીઆઇને 12 એપ્રિલ 2019થી ખરીદેલા ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ચૂંટણીપંચને સોંપવાનો આદેશ આપ્યો હતો. એસબીઆઇ ઇલેક્ટોરલ બોન્ડ જારી કરવા માટેની અધિકૃત નાણા સંસ્થા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ