Not Set/ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

ગુજરાતમાં કોરોનાનું સંકટ હજુ ખતમ થયુ નથી, ત્યારે તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ્યા બાદ તેની અસર છોડવાનું શરૂ કરી દીધુ છે. આ વાવાઝોડાની ગુજરાતનાં સૌથી મોટા શહેર કહેવાતા અમદાવાદમાં પણ અસર જોવા મળી છે. 

Top Stories Ahmedabad Gujarat
petrol 67 અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

ગુજરાતમાં કોરોનાનું સંકટ હજુ ખતમ થયુ નથી, ત્યારે તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ્યા બાદ તેની અસર છોડવાનું શરૂ કરી દીધુ છે. આ વાવાઝોડાની ગુજરાતનાં સૌથી મોટા શહેર કહેવાતા અમદાવાદમાં પણ અસર જોવા મળી છે.

વાવાઝોડાની રાજકોટમાં અસર / રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જણાવી દઇએ કે, આસ્ટોડીયા, ખા઼ડિયા, રાયપુર, લાલ દરવાજા, એસ.જી હાઇવે સહિત વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડું રાજ્યમાં ગઇ કાલે જ પ્રવેશી ચુક્યુ છે, ત્યારે તેની અસર રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં જોવા મળી છે. જેમા જો રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી પણ મોડી રાતથી જ વરસાદ સતત પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી હતી તે પ્રમાણે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વળી શહેરનાં ઘણા વિસ્તારોમાં ઝાડ પડ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.

વાવાઝોડાનું સંકટ / રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આ પહેલા જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાને કારણે મુંબઈમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડયો હતો. મુંબઈમાં રવિવાર રાતથી જ હવામાનમાં તાઉતેની અસર જોવા મળી હતી. દરમિયાન કર્ણાટકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ સહિત રાજ્યના સાત જિલ્લાના 121 ગામો પર તાઉતે વાવાઝોડાની અસર થઈ હતી. આ વિસ્તારોમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા. ચક્રવાતી વાવાઝોડા તાઉતેનાં કારણે અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 14 અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ