Covid-19/ કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર થયેલા કેસમાં વધારો

ભારતમાં કોરોનાનાં કેસમાં આજે પણ ઉતાર-ચઢાવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો, ભારતમાં 10,488 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સરખામણીએ રિકવર કેસ વધારે નોંધાયા છે.

Top Stories India
12 કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર થયેલા કેસમાં વધારો

આજે સમગ્ર વિશ્વ માટે એક પ્રશ્ન સૌથી જટિલ દેખાઇ રહ્યો છે, તે છે કે ક્યારે આપણે આ કોરોના મહામારીથી દૂર થઇશું? જો કે એવુ નથી કે આ સવાલનો કોઇ જવાબ નથી, તમે કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન કરી આ મહામારીથી દૂર રહી શકો છો. જો આવુ તમામ લોકો કરશે તો આ મહામારી પર જીત પાક્કી જ છે. જો કે ભારતમાં તાજેતરમાં સ્થિતિ કાબુમાં દેખાઇ રહી છે. ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે.

આ પણ વાંચો – Political / કૃષિ કાયદાને લઇને આ શું બોલી ગયા રાજ્યપાલ કલરાજ મિશ્રા? Video

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને 25.71 કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં, મહામારીની પકડમાં 51.46 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ, વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં 7.76 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. શુક્રવારે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, વર્તમાન વૈશ્વિક કેસ 257,156,570, મૃત્યુઆંક 5,146,136 છે અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 776,739,372 છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં કોરોનાનાં કેસ છેલ્લા ઘણા સમયથી ઓછા નોંધાઇ રહ્યા છે. જણાવી દઇએ કે, રવિવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19નાં 10,488 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 313 લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12,329 વધુ લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને સક્રિય કેસલોડ 1,22,714 છે. દેશમાં હવે કુલ કેસોની સંખ્યા 3,45,10,413 છે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,39,22,037 છે અને મૃત્યુઆંક વધીને 4,65,662 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીનાં ડોઝની કુલ સંખ્યા 1,16,50,55,210 છે.

વળી, છેલ્લા 48 દિવસમાં દૈનિક સંક્રમણ દર 0.98 ટકા છે. 59 દિવસમાં સાપ્તાહિક સંક્રમણ દર 0.94% છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ વધીને 3,45,10,413 થઈ ગયા છે. વળી, દેશમાં કોરોનાને કારણે 4,65,662 લોકોનાં મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શનિવારે દેશમાં 1074099 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 63.16 કરોડ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.