Not Set/ મણિપુરમાં સેના પર આતંકી હુમલો, આસામ રાઇફલ્સનાં 3 જવાન શહીદ, 6 ઘાયલ

  ભારત-મ્યાનમાર બોર્ડર પર મણિપુરમાં આતંકવાદી જૂથો વિરુદ્ધ ઓપરેશન દરમિયાન અસમ રાઇફલ્સનાં ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે 6 જવાનો ઘાયલ થયા છે, જેમને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકીઓએ સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. બુધવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે રાજધાની ઈમ્ફાલથી લગભગ 95 કિમી દૂર ચાંદેલ જિલ્લામાં આ […]

India
13561ff8173521df1a82b8e3f900effd 1 મણિપુરમાં સેના પર આતંકી હુમલો, આસામ રાઇફલ્સનાં 3 જવાન શહીદ, 6 ઘાયલ
 

ભારત-મ્યાનમાર બોર્ડર પર મણિપુરમાં આતંકવાદી જૂથો વિરુદ્ધ ઓપરેશન દરમિયાન અસમ રાઇફલ્સનાં ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે 6 જવાનો ઘાયલ થયા છે, જેમને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકીઓએ સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. બુધવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે રાજધાની ઈમ્ફાલથી લગભગ 95 કિમી દૂર ચાંદેલ જિલ્લામાં આ ઘટના બની હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર મણિપુરની સ્થાનિક આતંકવાદી જૂથ પીપલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યો છે. આતંકવાદીઓની શોધમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત-મ્યાનમાર બોર્ડર પર ચૌકસી વધારી દેવામાં આવી છે.

ગત વર્ષે નવેમ્બરમાં, આતંકીઓએ ચાંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ લશ્કરી છાવણીમાં બોમ્બ ફેંક્યા હતા. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી, આતંકવાદીઓ નજીકની પહાડી પર ભાગી ગયા હતા. આ હુમલામાં સૈન્યનાં કોઈ જવાન શહીદ થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.