Madras High Court/ ‘થમ્બ્સ અપ એટલે સમર્થન નહીં, પણ માહિતી મળી ગઈ છે તેવી સ્વીકૃતિ’

મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે કોઈપણ પોસ્ટ પર થમ્બ્સ અપ ઈમોજી લગાવવાને તે પોસ્ટનું સમર્થન ગણી શકાય નહીં, પરંતુ તેને માત્ર તે માહિતીની પ્રાપ્તિની પુષ્ટિ તરીકે જ લઈ શકાય છે.

Top Stories India Breaking News
Beginners guide to 83 ‘થમ્બ્સ અપ એટલે સમર્થન નહીં, પણ માહિતી મળી ગઈ છે તેવી સ્વીકૃતિ’

ચેન્નાઈઃ શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર શેર કરેલી પોસ્ટ પર થમ્બ્સ અપ ઇમોજી મૂકવાથી સમસ્યા ઊભી થઈ શકે છે?હાલમાં જ મદ્રાસ હાઈકોર્ટે આ અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે કોઈપણ પોસ્ટ પર થમ્બ્સ અપ ઈમોજી લગાવવાને તે પોસ્ટનું સમર્થન ગણી શકાય નહીં, પરંતુ તેને માત્ર તે માહિતીની પ્રાપ્તિની પુષ્ટિ તરીકે જ લઈ શકાય છે.

ન્યાયાધીશ ડી કૃષ્ણકુમાર અને આર વિજયકુમારની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે થમ્બ્સ અપ ઇમોજીને ‘ઓકે’ શબ્દના વિકલ્પ તરીકે ગણી શકાય અને હત્યાની ઉજવણી તરીકે નહીં.ડિવિઝન બેન્ચે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલને હોદ્દા પર ફરીથી લેવાનો આદેશ પણ આપ્યો છે, જેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અગાઉ, સિંગલ બેન્ચે મેઘાલયમાં વરિષ્ઠ અધિકારીની હત્યા સાથે સંબંધિત વ્હોટ્સએપ મેસેજ પર થમ્બ્સ અપ ઇમોજી પોસ્ટ કરવા બદલ સેવામાંથી દૂર કરાયેલા કોન્સ્ટેબલને નોકરી પર ફરીથી લેવાનો આદેશ પણ આપ્યો હતો. ડાયરેક્ટર જનરલ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વિ નરેન્દ્ર ચૌહાણના કેસની સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કહ્યું, “હત્યા સંબંધિત કોઈપણ પોસ્ટ પર થમ્બ્સ અપ ઇમોજીને કોઈ પણ સંજોગોમાં ક્રૂર હત્યાની ઉજવણી તરીકે ગણી શકાય નહીં.આ માત્ર એ હકીકતની કબૂલાત છે કે અરજદાર એટલે કે કોન્સ્ટેબલે આ સંદેશ જોયો હતો.”

2018માં આરપીએફ કોન્સ્ટેબલ નરેન્દ્ર ચૌહાણે એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટની હત્યા સાથે જોડાયેલા વોટ્સએપ મેસેજ પર થમ્બ્સ અપ ઇમોજી પોસ્ટ કરી હતી. આને ખરાબ વર્તન માનીને, RPFએ કોન્સ્ટેબલને તેની નોકરીમાંથી બરતરફ કરી દીધો.આ મેસેજ ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો.ચૌહાણને પદ પરથી બરતરફ કરતી વખતે, આરપીએફએ દલીલ કરી હતી કે ચૌહાણ દ્વારા ઇમોજી શેર કરવું એ અધિકારીની હત્યાને નૈતિક રીતે સમર્થન આપે છે.તપાસ બાદ ચૌહાણને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

તેની સામે ચૌહાણે 2021માં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.ગયા વર્ષે હાઈકોર્ટની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ચૌહાણે ભૂલથી થમ્બ્સ અપ ઈમોજી પોસ્ટ કરી દીધી હતી.આ સાથે કોર્ટે ચૌહાણને હોદ્દા પર ફરીથી નીમવાનો આદેશ આપ્યો હતો.આરપીએફએ આ નિર્ણય સામે ડબલ બેન્ચમાં અપીલ કરી હતી, ત્યાંથી પણ તેને નિરાશા સાંપડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ