Not Set/ પ્રાણીઓ પણ સમજે છે પાણીની મહત્તા, જુઓ વીડિયોમાં શું કરે છે આ વાંદરો

પાણીનું મહત્વ ન સમજતા લોકોએ આ વીડિયો જરૂર જોવો જોઇએ. આ 11 સેકન્ડનાં વીડિયોમાં એક વાંદરો પાણીનાં મહત્વને સમજાઇ જાય છે. આપને જણાવી દઇએ કે, વાંદરાઓને આપણા દેશમાં ચાલાક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આપણે તેને રોજિંદા જીવનમાં મસ્તી કરતા ખૂબ જોઇએ છીએ. ઘણીવાર તે એટલુ મોટુ નુકસાન પહોચાડે છે કે સ્થાનિક તંત્ર કે લોકોને […]

India Videos
monkey video viral 4926362 835x547 m પ્રાણીઓ પણ સમજે છે પાણીની મહત્તા, જુઓ વીડિયોમાં શું કરે છે આ વાંદરો

પાણીનું મહત્વ ન સમજતા લોકોએ આ વીડિયો જરૂર જોવો જોઇએ. આ 11 સેકન્ડનાં વીડિયોમાં એક વાંદરો પાણીનાં મહત્વને સમજાઇ જાય છે. આપને જણાવી દઇએ કે, વાંદરાઓને આપણા દેશમાં ચાલાક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આપણે તેને રોજિંદા જીવનમાં મસ્તી કરતા ખૂબ જોઇએ છીએ. ઘણીવાર તે એટલુ મોટુ નુકસાન પહોચાડે છે કે સ્થાનિક તંત્ર કે લોકોને તેની વિરુદ્ધ સખત પગલા લેવા પડતા હોય છે. પરંતુ આ વીડિયોમાં તમને આ વાંદરામાં કેટલી સમજ છે તે જોવાની તક મળશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આજે આ વીડિયો ઘણો વાયરલ થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, આ વીડિયોમાં એક વાંદરો એક નળમાંથી નિકળી રહેલા પાણીને પીતો નજર આવી રહ્યો છે. જો કે આ વીડિયોમાં સૌથી વધુ હેરાની ત્યારે થાય છે કે જ્યારે તે વાંદરો પાણી પીધા બાદ તે નળને પોતાની રીતે બંધ કરે છે. એક વાંદરાને ખબર છે કે પાણીની કિંમત શું છે પરંતુ આજે માણસ તેની કિંમત સમજવામાં મોટી ભૂલ કરી રહ્યો છે.

આ વીડિયોને ભારતનાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ.વાઇ.કુરૈશીએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. તેમણે આ વીડિયોને શેર કરતા લખ્યુ કે, ‘માણસો માટે આ કેટલો સુંદર સંદેશ છે.’ ઉલ્લેખનીય છે કે, આજે પાણી આસાનીથી મળી રહેતા માણસને તેની કોઇ કિંમત નથી પરંતુ જે રીતે તે પાણીનો બગાડ કરી રહ્યો છે, તેને જોતા આવનારા ભવિષ્યમાં તેની ભારે કિંમત ચુકવવી પડે તો કોઇ નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.