1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 3 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, નાણાકીય વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી સંસદના બજેટ સત્રને બે તબક્કામાં રાખવા સૂચન કર્યું છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો તબક્કો 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે.
લગભગ એક મહિનાની રજા બજેટ સત્રની મધ્યમાં રાખવામાં આવેલ છે. આ સમય દરમિયાન, વિવિધ મંત્રાલયો, વિભાગો સાથે જોડાયેલી સંસદીય સમિતિઓ બજેટ ફાળવણીની દરખાસ્તોની તપાસ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે છે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન પોતાનું બીજુ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. તો સાથે સાથે જ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનાં બીજા કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે. વિશ્લેષકો આશાવાદી છે કે અર્થવ્યવસ્થામાં સતત ધીમી ગતિને જોતા સરકાર આ બજેટમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનાં પગલાંની જાહેરાત કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.