નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને બંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ આકરી ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આવી પિટિશન ફાઇલ કરવાથી કોઇ ફાયદો થશે નહી.
ગુરુવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયે, દરેકનું લક્ષ્ય શાંતિ સ્થાપિત કરવાનું હોવુ જોઈએ. આવી અરજીઓ કોઇ મદદ કરશે નહીં. હજી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો બંધારણીય છે કે કેમ’. મુખ્ય ન્યાયાધીશે પણ આ દરમિયાન કહ્યું હતું કે, સંસદ દ્વારા કરવામાં આવેલ અધિનિયમ બંધારણીય છે તે આપણે કેવી રીતે જાહેર કરી શકીએ? હંમેશાં બંધારણનું અનુમાન જ લગાવી શકાય છે.
સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ બાંગ્લાદેશ-પાકિસ્તાન-અફઘાનિસ્તાનનાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. વિપક્ષ સહિત અનેક સંગઠનો આ કાયદાને બંધારણ વિરોધી, લઘુમતી વિરોધી ગણાવી રહ્યા છે. આ કાયદા સામે છેલ્લા ઘણા દિવસોથી દેશનાં ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જે દરમિયાન 20 થી વધુ લોકો હિંસામાં માર્યા ગયા હોવાનુ પણ સામે આવ્યુ હતુ.
https://twitter.com/ANI/status/1215154258359668736
સુપ્રીમ કોર્ટે એડવોકેટ વિનીત ધંધા કે જેમણે ‘નાગરિકતા સુધારો કાયદામાં શાંતિ અને સુમેળમાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જેને લઇને SC એ કહ્યુ કે, દેશ એક મહત્વપૂર્ણ સમયથી પસાર થઇ રહ્યો છે, પ્રયાસ શાંતિ લાવવાનો હોવો જોઇએ અને આ પ્રકારની કાર્યવાહીથી કોઇ ફાયદો થશે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.