Ahmedabad/ માનવતા ની મિશાલ..!! મહીને બે લાખ પગાર છતાંય સાયકલ લઈ નોકરી જાય છે

અમૃતલાલ પટેલનો મહિને 2 લાખથી પણ વધુ પગાર હોવા છતાં એક સામાન્ય જીવન જીવે છે.

Top Stories Ahmedabad Gujarat
kapas 12 માનવતા ની મિશાલ..!! મહીને બે લાખ પગાર છતાંય સાયકલ લઈ નોકરી જાય છે
  • વૈભવી જીવન નથી, સાયકલ લઈ નોકરી જાય છે
  • પત્ની પણ ઘરકામ સાથે કરે છે સિલાઈ કામ     
  • 30-35 વિદ્યાર્થીને ફી ભરી 
  • 5 વિદ્યાર્થીને લેપટોપ આપ્યા છે
  • છેલ્લા 15 દિવસમાં 2.70 લાખ રૂપિયા ફીમાં ભર્યા 

@આયુષી યાજ્ઞિક, અમદાવાદ 

ઘણા બધા સેવાભાવી વ્યક્તિઓ આ દુનિયામાં છે પરંતુ સરકારી નોકરી હોવી અને એ નોકરીનો આખો પગાર પોતાના માટે નહિ પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપવો તેવું પ્રથમ ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. નિકોલના  ઉત્તમનગર કેનાલ પાસે નારાયણનગર સોસાયટીમાં રહેતાં અમરતભાઈ નાનજીભાઈ પટેલના નથી. શિક્ષક કે, નથી ઉદ્યોગપતિ તેઓ એક એન્જીન ડ્રાઈવર છે. છતાં પોતાના પગારમાંથી વિદ્યાર્થીઓની ફી ભરી ને વિદ્યાદાન કરી રહ્યા છે.

kapas 13 માનવતા ની મિશાલ..!! મહીને બે લાખ પગાર છતાંય સાયકલ લઈ નોકરી જાય છે

અમૃતલાલ પટેલનો મહિને 2 લાખથી પણ વધુ પગાર હોવા છતાં એક સામાન્ય જીવન જીવે છે. પોતાના અભ્યાસ માટે જયારે ફી ભરવા માટે લોકોએ તેમને મદદ કરી ત્યારથી અમૃતભાઈએ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની ટેક લીધી. પિતાના મૃત્યુ બાદ તરત રેલ્વેમાં ‘લોકો પાઇલોટ’ (ટ્રેઈન ડ્રાઈવર) તરીકે નોકરી લાગ્યો હતો અને એજ દિવસથી શરુ કર્યું આ સેવા કાર્ય. એટલુંજ નહિ અમરતભાઈ ના દીકરાના MBBSના એડમિશનમાં પૈસા ફસાઈ ગયા હતા ત્યારે તેમને લોકો પાસેથી લઈ એડમિશન ફી ભરી હતી. જે રકમ મકાન મોર્ગેજ કરી ચૂકવી હતી. ઘર છોડાવવા પૈસા ભેગા થાય ત્યાં કોઈ જરૂરિયાતવાળા વાલી આવી જાય તો ફી પહેલા ભરવામાં આવે છે. પણ કોઈ દીકરો કે દીકરી અભ્યાસ વગર ના રહેવા જોઈએ તે જોવે છે.

અમરતભાઈ 33 વર્ષથી નાની મોટી ફી ભરી બાળકોને અભ્યાસમાં મદદરૂપ થતા રહ્યા. 10 વર્ષ પહેલાં જ તેમને પોતાનું મકાન નિકોલ વિસ્તારમાં લીધું. પગાર વધતો ગયો તેમ-તેમ બાળકોની ફીની જવાબદારીઓ ઉપાડતો ગયા. અત્યાર સુધી 30 થી 35 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થયા અને હજુ પણ આગળ તેવો વિદ્યાર્થીઓને મદદ કરતા રહેશે તેવો સંકલ્પ કર્યો છે. દીકરા-દીકરીના માતા-પિતાએ અભ્યાસની જરૂરિયાત અંગે જે વસ્તુની જરૂરની વાત કરી હોય તે પુરી પાડવાનો પ્રયાસ અમૃતભાઈ કરે છે. તેમની પાસે પૈસા ન હોય તો મિત્રો જોડેથી ઉધાર લઈ વિદ્યાર્થીને મદદ કરે છે. અને પગાર આવે એટલે પૈસા આપી દે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો