Interesting/ ગુજરાતના આ શહેરમાં દસ વર્ષથી એક રૂમમાં બંધ હતા 3 ભાઈ-બહેન, જાણો શું છે આ મામલો

બે ભાઈ અને એક બહેન લગભગ દસ વર્ષથી ખૂબ જ દયનીય સ્થિતિમાં રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા.આ અંગે કોઈ પણ વ્યક્તિને 10 વર્ષ સુધી કોઈ જાણકારી ન હતી, પરંતુ એક એનજીઓ દ્વારા તેમના પિતાની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણેયની ઉંમર 30 થી 42 વર્ષની વચ્ચે છે અને બધા શિક્ષિત છે.

Gujarat Rajkot
a 441 ગુજરાતના આ શહેરમાં દસ વર્ષથી એક રૂમમાં બંધ હતા 3 ભાઈ-બહેન, જાણો શું છે આ મામલો

આજના 21 મી સદીના યુગમાં ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે,જેને તમે વાંચીને આશ્ચર્યચકિત થઇ જશો. જેમાં ક્યાંક તમે સાંભળતા હશો કે કોઈ ભાઈએ ભાઈની કરી હત્યા કે પછી પુત્ર એ પોતાના પિતાની હત્યા પણ કરી. પરંતુ એવું ક્યારેય નથી સાંભળ્યું નહીં હોય કે, ત્રણ ભણેલા ગણેલા ભાઈ બહેન એક કોટરીમાં બંધ હોય અને એ પણ દસ વર્ષથી.

આ જ પ્રકારની ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં બે ભાઈ અને એક બહેન લગભગ દસ વર્ષથી ખૂબ જ દયનીય સ્થિતિમાં રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા.આ અંગે કોઈ પણ વ્યક્તિને 10 વર્ષ સુધી કોઈ જાણકારી ન હતી, પરંતુ એક એનજીઓ દ્વારા તેમના પિતાની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણેયની ઉંમર 30 થી 42 વર્ષની વચ્ચે છે અને બધા શિક્ષિત છે.

આ ઘટના પર નજર કરીએ તો, રવિવારે સાંજે જ્યારે સાથી સેવા ગ્રુપના સભ્યોએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. રૂમમાં લાઈટ પણ નહોતી. મળ અને પેશાબની ખરાબ ગંધ આવી રહી હતી અને ત્યા સડેલું ખાણું અને અખબારો બધે ફેલાયેલા હતા.

આ અંગે એનજીઓના સભ્ય જલપા પટેલે જણાવ્યું કે, અમરીશ અને ભાવેશ (બન્ને ભાઈ) તથા તેમની બહેન મેઘનાએ લગભગ એક દશક પહેલા પોતાને રૂમમાં બંધ કરી લીધા હતા. ત્રણેયની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમના વાળ અને દાઢી વેરવિખર થયા હતા. તેઓ અઘોરી તાંત્રિક કરતાં ખરાબ સ્થિતિમાં હતા. તેઓ એટલા નબળા થઈ ગયા છે કે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા નથી.

આ ઘટનાને લઈ તેમના પિતાએ જણાવ્યું કે, મારો સૌથી મોટો દીકરો 42 વર્ષનો અમરીશ છે, જે BA, LLB કરીને હિમાયત કરી રહ્યો હતો, જ્યારે 39 વર્ષની દીકરી મેઘના સાઈકોલૉજીનમાં MA છે અને 30 વર્ષનો નાના દીકરા ભાવેશે અર્થશાસ્ત્રમાં BA કર્યું છે. તેમણે જણાવ્યું કે તેમની પત્ની 1986થી બીમાર થવા માંડી હતી અને દસ વર્ષ પહેલા તેના મૃત્યુ પછી બાળકોની સ્થિતિ આવી થઈ ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…