Not Set/ મહારાષ્ટ્ર બાદ ગુજરાતના આ ગામમાં કોરોનાનો ફૂંફાડો, સંપૂર્ણ લોકડાઉન જાહેર,આરોગ્યતંત્ર થયું દોડતું

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રનાં અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે આ અંગેની જાહેરાત કરતા અમરાવતીનાં ડીએમએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે

Top Stories Gujarat
lockdown2 મહારાષ્ટ્ર બાદ ગુજરાતના આ ગામમાં કોરોનાનો ફૂંફાડો, સંપૂર્ણ લોકડાઉન જાહેર,આરોગ્યતંત્ર થયું દોડતું

કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રનાં અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે આ અંગેની જાહેરાત કરતા અમરાવતીનાં ડીએમએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન બજારો અને અન્ય મથકો બંધ રહેશે. જો કે, આવશ્યક સેવાઓ પર અસરકારક રહેશે નહીં. વળી યવતમાલમાં લોકડાઉન લાદવામાં આવ્યો નથી, પરંતુ ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતના આણંદ જિલ્લાના  સોજિત્રા પાસે આવેલા ડેમોલ ખાતે જોવા મળી છે, કોરોનાના અચાનક નીકળી આવેલા કેસોથી આરોગ્યતંત્ર દોડતું થયું છે અને 20 જેટલા કોરોનાના કેસોથી ગામને સેનિટાઈઝ કરવાની કામગીરીથી માંડી લોકડાઉનની સ્થિતિ ઉત્પન્ન થતા ડેમોલ સહિત તાલુકાભરમાં ભયનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હોવાનું જાણવા મળેલ છે.

Political / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં વધતા ભાવ અંગે ઉર્મિલા માંતોડકરે કર્યુ ટ્વીટ- અક્કડ બક્કડ બમ્બે બો…

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલા ડેમોલ ગામમાં કોરોનાના કેસોએ પુન;માથું ઉંચકતા ગામ તેમજ તાલુકાભરમાં ભારે ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 20 જેટલા કોરોનાના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને ઘરે ઘરે ફરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્રની 7 જેટલી ટીમોએ ગામમાં તકેદારીના પગલાં સ્વરૂપે દવાઓની વહેંચણી કરી તાપમાન માપવા સહિત લોહીના સેમ્પલો લઈ સતર્કતા દાખવી હોવાનું જાણવા મળે છે.બીજી બાજુ કોરોના વધુ ન ફેલાય તે માટે તકેદારીના પગલાં રૂપે ગામામં સંપૂર્ણ લોકડાઉન કર્યું છે અને સવારના 7થી 9 અને સાંજના 5થી 7 જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે છૂટ અપાશેનું જાણવા મળ્યું છે. એક બાજુ દેશમાંથી કોરોનાની વિદાયની તૈયારી થઈ રહી છે, તો બીજી બાજુ ડેમોલ જેવા નાનકડા ગામમાં મોટી સંખ્યામાં અચાનક રીતે આવેલા કોરોનાના કેસોથી ગામ સ્તબ્ધતા પામેલ છે.

Covid-19 / BMC એ જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઇન, પાંચથી વધુ કેસ મળશે તો બિલ્ડિંગ થશે સીલ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. રાજ્યમાં કોવિડ 19ના નવા 253 પોઝિટીવ કેસ નોંધાયા છે તથા 270 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. અત્યાર સુધીમાં 2,60,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે, જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 1696 કેસ એક્ટીવ છે, તેમાંથી 31 વેન્ટીલેટર પર છે અને 1665 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 4403 લોકો કોરોના વાયરસના કારણે મૃત્યું પામ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…