Election/ રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની પ્રેસકોન્ફરન્સ, પોલીસ પર આ સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ભૂકંપ

રાજકોટમાં કોર્પોરેરાશનની ચૂંટણીને લઈ રાજકીય પ્રચાર ચરમસીમા પર છે ત્યારે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સનસનીખેજ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ

Top Stories Gujarat
rcongress pc રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની પ્રેસકોન્ફરન્સ, પોલીસ પર આ સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ભૂકંપ

રાજકોટમાં કોર્પોરેરાશનની ચૂંટણીને લઈ રાજકીય પ્રચાર ચરમસીમા પર છે ત્યારે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સનસનીખેજ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા એટલું જ નહીં કોંગી નેતાઓએ રાજકોટ પોલીસ કમિશ્નરને રજુઆત કરી હતી કે, પોલીસ કોંગ્રેસના કાર્યકતાઓને બોલાવી ભાજપનું કામ કરવા દબાણ કરી રહી છે. રાજકોટ કોંગ્રેસના આ આક્ષેપથી રાજકીય ભૂકંપ આવ્યો છે.

Corona case / મહારાષ્ટ્ર બાદ ગુજરાતના આ ગામમાં કોરોનાનો ફૂંફાડો, સંપૂર્ણ લોકડાઉન જાહેર,આરોગ્યતંત્ર થયું દોડતું

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, પોલીસ તંત્રના અધિકારીઓ રાજકોટ શહેરના વિવિધ વોર્ડના કોંગ્રેસના કાર્યકરોને બોલાવીને ભાજપનું કામ કરવા દબાણ કરી રહ્યા છે, જેતે અધિકારી દબાણ કરી રહ્યા છે તે પૈકીના હાલમાં તાજેતર માં વોર્ડ નં.11 અને 12ના કાર્યકરોને તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પી.એસ.આઈ. ડામોર તેમજ પોલીસ કોન્ટેબલ અરજણભાઈ મેર તેમજ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા અશોકભાઈ ડાંગર કે જેઓ વોર્ડ નં.12 ના ભાજપના ઉમેદવાર પ્રદીપ ડવના સંબંધી છે. આ સહિતના પોલીસ અધિકારીઓ પોતાની ફરજ ચુકી અને ભાજપના આગેવાન હોય તે રીતે વર્તી રહ્યા છે.

Political / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં વધતા ભાવ અંગે ઉર્મિલા માંતોડકરે કર્યુ ટ્વીટ- અક્કડ બક્કડ બમ્બે બો…

આ ઉપરાંત વધુમાં કહેવાયું છે કે, તમામ અધિકારીઓને તાત્કાલિક રાજકોટ બહાર અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ કારણ કે, ભારતના બંધારણ મુજબ ચુંટણી પ્રક્રિયા ધાક – ધમકી વગર તેમજ કોઈ સરકારી કર્મચારી કોઈ પાર્ટીના કાર્યકર તરીકે વર્તતો હોઈ ત્યારે તેની સામે તાત્કાલિક સરકારી ધારા ધોરણ તેમજ ચુંટણી બંધારણના નિયમ મુજબ પગલાં લેવામાં આવવા જોઈએ. ચુંટણી ન્યાય અને ભય મુકત તેમજ તટસ્થતા પૂર્વક યોજાવી એ સરકારની અને પોલીસ કમિશ્નર તરીકેની ફરજ છે. પોલીસ અધિકારીઓએ ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોને સુરક્ષા પૂરી પાડવાને બદલે એક પક્ષના જેવા કે ભાજપના કાર્યકર આગેવાન બની ધમકાવતા હોઈ ત્યારે પોલીસ પાસે આમ પબ્લિક સુરક્ષાની શું આશા રાખે? તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે.પોલીસ કમિશનર સમક્ષ તાત્કાલિક પગલા લેવા વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ માંગ કરી છે.

Covid-19 / BMC એ જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઇન, પાંચથી વધુ કેસ મળશે તો બિલ્ડિંગ થશે સીલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…