Political/ મમતાના ગઢમાં ગાબડું પાડવા ગુજરાતના આ દિગ્ગજ નેતાને સોંપાઈ જવાબદારી

પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવી ભાજપ માટે મુખ્ય લક્ષ્ય બની ગયું છે. અમિત શાહ તેમની ટીમલી વધુને વધુ મજબૂત બનાવવા માટે મથી રહ્યા છે.પ.બંગાળનો ગઢ જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પ.બંગાળમાં

Top Stories Gujarat
pradipsinh 2 મમતાના ગઢમાં ગાબડું પાડવા ગુજરાતના આ દિગ્ગજ નેતાને સોંપાઈ જવાબદારી

પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવી ભાજપ માટે મુખ્ય લક્ષ્ય બની ગયું છે. અમિત શાહ તેમની ટીમલી વધુને વધુ મજબૂત બનાવવા માટે મથી રહ્યા છે.પ.બંગાળનો ગઢ જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પ.બંગાળમાં પીએમ મોદી થી લઈ અમિત શાહ સહિત અનેક મોટા દિગ્ગજોની ફોજ ઉતારી દીધી છે. ભાજપ દ્વારા ત્યાં અનેક મોટી સભાઓ, રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ.બંગાળમાં ગુજરાત ભાજપના એક નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રીને પ.બંગાળમાં એક જિલ્લામાં જવાબદારી સોંપાઈ છે. ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પશ્ચિમ બંગાળના બાગદા જિલ્લાના પ્રભારી બનાવાયા છે.

Election / રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની પ્રેસકોન્ફરન્સ, પોલીસ પર આ સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ભૂકંપ

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાતા ચારેબાજુ ચર્ચાઓ વહેતી થઈ છે. પશ્ચિમ બંગાળમાં બાગ્લાદેશ બોર્ડર પાસે આવેલ બાગદા જિલ્લાના પ્રદીપસિંહ વાઘેલાને પ્રભારી બનાવાયા છે.બાગદામાં પ.બંગાળ વિધાનસભાની 26 સીટોનો સમાવેશ થાય છે.

Corona case / મહારાષ્ટ્ર બાદ ગુજરાતના આ ગામમાં કોરોનાનો ફૂંફાડો, સંપૂર્ણ લોકડાઉન જાહેર,આરોગ્યતંત્ર થયું દોડતું

બાગદા જીલ્લામાં પશ્ચિમ બંગાળની 26 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બાગદા જિલ્લાની 26માંથી 26 બેઠકો હાલ TMC પાસે છે, હવે ગુજરાત ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા ત્યાં કેવું પરિણામ આપે છે તે આવનારો સમય બતાવશે. પ.બંગાળના બાગદા જિલ્લામાં ટીએમસીના ગઢમા ગુજરાત ભાજપના નેતા કેવું ગાબડું પાડે છે તેના પર લોકો રાહ જોઈ રહ્યા છે.

Political / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં વધતા ભાવ અંગે ઉર્મિલા માંતોડકરે કર્યુ ટ્વીટ- અક્કડ બક્કડ બમ્બે બો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…