Covid-19/ આ મહિલાની કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ બદલી કિસ્મત, રાતોરાત બની કરોડપતિ

કોઈ વ્યક્તિનું ભાગ્ય ક્યારે વળશે તેની આગાહી કોઈ કરી શકતું નથી. ઘણી વખત વ્યક્તિ કંઈક વિચારે છે પરંતુ તેના નસીબમાં કંઈક અલગ થાય છે. ઓસ્ટ્રેલિયાની જોન ઝુ નામની મહિલા સાથે કંઈક આવું જ થયું હતુ.

Top Stories World
રસી લીધા બાદ મહિલા બની કરોડપતિ

કોઈ વ્યક્તિનું ભાગ્ય ક્યારે વળશે તેની આગાહી કોઈ કરી શકતું નથી. ઘણી વખત વ્યક્તિ કંઈક વિચારે છે પરંતુ તેના નસીબમાં કંઈક અલગ થાય છે. ઓસ્ટ્રેલિયાની જોન ઝુ નામની મહિલા સાથે કંઈક આવું જ થયું હતુ, એક વેક્સિને તેનું જીવન બદલી નાખ્યું હતુ. કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ તેને બે, ચાર કરોડ નહીં પરંતુ 7.4 કરોડ મળ્યા છે. આ સાંભળવામાં તમને કદાચ અજીબ લાગશે પરંતુ આ સત્ય છે.

રસી અને લોટરી

આ પણ વાંચો – intersting / પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને સાનિયા મિર્ઝાનીફની રીલ થઈ છે વાયરલ, તમે પણ જોઇલો…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. જો કે, રસીનાં આગમનથી થોડી રાહત થઈ છે. જો કે શરૂઆતમાં ભારતમાં રસીની અછતનાં સમાચાર હતા, પરંતુ વિદેશમાં સ્થિતિ અલગ છે. ત્યાં વધુ રસી છે અને લોકો તેને લેવાનું ટાળી રહ્યા છે. આ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવી જ એક યોજનાએ ઓસ્ટ્રેલિયામાં મહિલાનું નસીબ બદલી નાખ્યું છે. મળતી માહિતી મુજબ, રસીકરણનાં આટલા દિવસો પછી પણ ઘણા લોકો રસ દાખવી રહ્યા ન હોતા. જેના કારણે તેમણે લોટરી સ્કીમ શરૂ કરી હતી. આ કડીમાં, ઓસ્ટ્રેલિયા સરકારે મિલિયન ડૉલર વેક્સ એલાયન્સ લોટરી સિસ્ટમ શરૂ કરી. જે અંતર્ગત જોન ઝુ નામની મહિલાને 10 લાખ ડોલરની લોટરી લાગી જે ભારતીય ચલણમાં લગભગ 7.4 કરોડ રૂપિયા બરાબર છે. અહેવાલ મુજબ, આ લોટરી માટે ઓસ્ટ્રેલિયન પરોપકારી લોકો અને કંપનીઓનાં જૂથ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા. આ લકી ડ્રોમાં જોન સહિત લગભગ 30 લાખ લોકોએ ભાગ લીધો હતો. જોનને ઈનામ જીતવાનો કોઈ વિચાર પણ નહોતો આવ્યો. પરંતુ, જ્યારે તેને માહિતી મળી ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણીએ કહ્યું કે તેણીએ પરિવાર માટે ભેટો ખરીદવા અને ભવિષ્ય માટે રોકાણ કરવાનું આયોજન શરૂ કર્યું છે.

રસી અને લોટરી

આ પણ વાંચો – સત્યપાલનો સતત વિરોધ / કેન્દ્ર સરકારનો સતત વિરોધ કરી રહેલા સત્યપાલ મલિક ક્ષણભરનો વિચાર કર્યા વગર પદ છોડવા તૈયાર

રિપોર્ટ અનુસાર, જોને વેક્સીન લીધા બાદ અને લોટરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ લોટરીની અપડેટ લીધી ન હોતી. એક દિવસ તેણીને અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવી, પછી તેમને ખબર પડી કે તેણીએ 1 મિલિયન ડોલર જીત્યા છે. આશ્ચર્યજનક રીતે, તે લોટરી અધિકારીનો પ્રથમ કોલ ચૂકી ગઇ હતી. જોકે, થોડા સમય પછી તેમણે ફરી પ્રયાસ કર્યો તો તે કોલ પર આવી. હવે તેને ચેક મળી ગયો છે અને તે જીતેલી રકમ ખર્ચવાની યોજના બનાવી રહી છે. જોન એ લાખો ઓસ્ટ્રેલિયનોમાંથી એક છે જેમણે સરકારની વિનંતી પર કોરોનાની રસી લીધી અને લકી ડ્રોમાં કરોડપતિ બન્યા. હાલ આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.