Not Set/ રાજકારણમાં પોઝિટિવિટી ના પર્યાય નવીનચંદ્ર રવાણી ચિરવિદાય

કોર્પોરેટર થી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધીની સફળ સફરની સાથે લોકોના પ્રશ્નો માટે સક્રિય રહેનારા લોકનેતા એટલે રવાણી

Top Stories Gujarat Others Trending
vaccine 14 રાજકારણમાં પોઝિટિવિટી ના પર્યાય નવીનચંદ્ર રવાણી ચિરવિદાય

કોર્પોરેટર થી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધીની સફળ સફરની સાથે લોકોના પ્રશ્નો માટે સક્રિય રહેનારા લોકનેતા એટલે રવાણી

himmat thhakar રાજકારણમાં પોઝિટિવિટી ના પર્યાય નવીનચંદ્ર રવાણી ચિરવિદાય

એક જમાનો એવો હતો કે જ્યારે સાવરકુંડલા અને રવાણી એકબીજાનો પર્યાય મનાતા હતા. ૧૯૬૦ના દાયકામાં સાવરકુંડલામાં જાહેરજીવન શરૂ કરી અનેક લોકલડતોમાં ભાગ લીધો હતો. તેમનો પ્રથમ રાજકીય પક્ષ જયપ્રકાશ નારાયણે સ્થાપેલો પ્રજા સમાજવાદી પક્ષ હતો. તેઓ ઝુંપડી નિશાન સાથે ઘણી ચૂંટણી લડ્યા હતા,તેમને નાની ઉંમરમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ બનવાનું માન મળ્યું હતું. તેઓએ વર્ષો સુધી સફળ શાશન કરી નગરના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો અને લાંબા સમય સુધી શાસન કર્યું હતું.

 

ગુજરાત ગુજરાતના રાજકીય પરીપેક્ષ ને સ્થાપના કાળથી અમરેલી જિલ્લાએ અનેક રાજપુરુષોની ભેટ આપી છે તેમાં સેવા અને રાજકારણના ક્ષેત્રમાં જે નામો છે તેમાં નવીનચંદ્ર રવાણીનું નામ પણ અવશ્ય નોંધવું જ પડે. કાબેલ નગરસેવક ઉત્તમ વહીવટકર્તા ઉપરાંત લોકોના પ્રશ્નો માટે ઝઝૂમનારા માનવ તરીકે તેમને બિરદાવવા જ પડે.

વર્ષ ૧૯૭૦ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૭૨માં તેઓ સાવરકુંડલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા એટલુંજ નહિ પણ ૧૯૭૩ બાદ ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ રચાયેલા પ્રધાનમંડળમાં નાયબ મંત્રી તરીકે કેટલાક મહત્વના ખાતાઓનો હવાલો પણ મળ્યો હતો.

સાવરકુંડલાને અમરેલી જિલ્લામાં સમાવવા માટે પણ તેમણેજ ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં સાવરકુંડલા ભાવનગર જિલ્લાનો એક ભાગ હતું. જેના કારણે વહીવટી કામ માટે લોકોને સો કરતા વધુ કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી, જ્યારે અમરેલીથી સાવરકુંડલા વચ્ચે માત્ર ૩૫ કિલોમીટર આસપાસ અંતર છે. ૧૯૮૦માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમરેલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા અને પોતાના મિત્ર એવા તત્કાલીન વિપક્ષના ઉમેદવાર જશવંત મહેતાને હરાવી વિજેતા બન્યા હતા. તેઓ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ ટેકેદાર પણ હતા. ૧૯૮૫માં તેઓ ફરીવાર લોકસભાની ચૂંટણી લડ્યા અને દ્વારકાદાસ પટેલ જેવા મોટા નેતાને હરાવી વિજેતા બન્યા હતા. ભલે તેમને કેન્દ્રના પ્રધાનમંડળમાં કોઈ સ્થાન નહોતું મળ્યું પણ જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી માત્ર અમરેલી નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રના પ્રશ્નોને વાચા આપતા રહયા હતા.

ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ચૂંટણીમાં હારજીતને ગૌણ ગણતા હતા. ધારાસભ્ય તરીકેની ચાર અને લોકસભાની બે ચૂંટણી હાર્યા પછી પણ નિરાશ થવાને બદલે લોકોની સેવા અને પક્ષને મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન ચાલુ રાખ્યું હતું.

નગરસેવકથી સંસદસભ્ય સુધીની તેમની સફરને લાંબા સમય સુધી યાદ કરાશે. ભલે તેઓ ધર્મ અને નાતજાત કરતા રાષ્ટ્રને અગ્રતા આપતા હતા પણ રઘુવંશી એટલેકે લોહાણા સંસદ સભ્ય તરીકે પણ તેમને યાદ કરવા જ પડે. ‘હાર થી હતાશ થશો નહિ અને જીતને જીરવી જાણો’નો તેમનો જીવન મંત્ર દરેક ક્ષેત્રમાં દરેકને ઉપયોગી બને તેવો છે.

માત્ર રાજ્ય નહિ પણ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં તેમને આગવું મહત્વ અપાતું હતું. ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે તેમણે લાંબો સમય સેવા આપી હતી ૯૦વર્ષના થયા તો પણ તેઓ કોંગ્રેસના કામમાં સક્રિય હતા જીવનના અંત સુધી તેમણે અખિલ ભારતીય કોંગ્રેસના માર્ગદર્શક તરીકે જવાબદારી નિભાવી હતી

તેઓએ હૃદય રોગના હુમલાનો ભોગ બની ગુરૂવારે પરલોક પ્રયાણ કર્યું હતું તેમની ચીર વિદાય સાથે કોંગ્રેસના સમાજવાદી વિચારધારા વાળા એક સિતારો ખડી પડ્યો છે. તેમની વિદાયથી કોંગ્રેસને તો મોટી ખોટ પડીજ છે, તેમના પરિવારે પણ છત્ર ગુમાવ્યું છે. સાવરકુંડલા સહિતના અમરેલી જિલ્લાએ તો લડાયક અને સમાજના તમામ વર્ગોની સાથે હરહંમેશ ઉભો રહેનાર રાજપુરૂષ ગુમાવ્યો છે એટલુંજ નહિ પણ ગુજરાતે પણ સાચો લોકસેવક ગુમાવ્યો છે તે વાતની નોંધ લીધા વગર ચાલે તેમ નથી.