Maharashtra/ સરકારી હોસ્પિટલ બની ‘મોતનું ઘર’! 24 કલાકમાં વધુ 25 દર્દીઓના મોત

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલો આજકાલ મડદાઘર બની રહી છે. નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોતના સમાચાર સામે આવ્યા છે.

Top Stories India
Mantavyanews 2023 10 04T135128.199 સરકારી હોસ્પિટલ બની 'મોતનું ઘર'! 24 કલાકમાં વધુ 25 દર્દીઓના મોત

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલો આજકાલ મડદાઘર બની રહી છે. નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ મૃત્યુ નાગપુરની બે અલગ-અલગ સરકારી હોસ્પિટલોમાં નોંધાયા છે. અગાઉ મહારાષ્ટ્રમાં, છત્રપતિ સંભાજીનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં ઓછામાં ઓછા 18 મૃત્યુ નોંધાયા હતા. પહેલા મરાઠવાડાના નાંદેડમાં ડો. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. 1થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા હતા, જેમાં 48 કલાકમાં કુલ મૃત્યુઆંક 31 પહોંચી ગયો હતો.

સંભાજીનગરની હોસ્પિટલમાં 18 દર્દીઓના મોત

છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં બે ઓક્ટોમ્બરની સવારે આઠ વાગ્યાથી લઈને ત્રણ ઓક્ટોમ્બર સવાર આઠ વાગ્યાની વચ્ચે 18 લોકોના મૃત્યુ થયા હતા. હોસ્પિટલના તબીબી અધિક્ષકે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, જીએમસીએચમાં નોંધાયેલા 18 લોકોના મૃત્યુમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં મૃત જ લયાવવામાં આવ્યા હતા.

નાંદેડની હોસ્પિટલમાં 31 દર્દીઓ મૃત્યુ થયા

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાંદેડની ડૉ. શંકરરાવ ચૌહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 12 શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલના એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે જ્યારે 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે સરકારી હોસ્પિટલમાં 11 શિશુઓ મૃત્યુ પામ્યા હતા, ત્યારે 24 પથારીની મંજૂર ક્ષમતા સામે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં કુલ 65 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી.


whatsapp ad White Font સરકારી હોસ્પિટલ બની 'મોતનું ઘર'! 24 કલાકમાં વધુ 25 દર્દીઓના મોત


આ પણ વાંચો: China Nuclear Accident/ ચીનની ન્યુક્લિયર સબમરીન બની અકસ્માતનો શિકાર; 55 ખલાસીઓના મોત

આ પણ વાંચો: Asian Games 2023/ ભારતે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ

આ પણ વાંચો: Ayushman Bhava/ 70 હજારથી વધુ લોકોએ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, મહિલાઓ આગળ