Not Set/ નિત્યાનંદ કેસ: સાઉથ કોરિયાનું પ્રોક્સી સર્વર વાપરી મિસિંગ બહેને પોલીસને ફોન કર્યો,મૂકી આ શરત

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ નિત્યાનંદના આશ્રમમાંથી બે બહેનો ગુમ થવાની પોલીસ ફરીયાદ તેમના પિતાએ કરી છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ ગુમ થયેલી બન્ને બહેનોને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે  બંને બહેનો પૈકીએ મોટી બહેન તરીકે પોતાને ઓળખાવીને એક યુવતીએ પોલીસ સાથે ઇન્ટરનેટ કોલથી વાત કરી હતી. આ યુવતીએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી પોલીસને કહ્યું કે […]

Top Stories
Untitled 19 નિત્યાનંદ કેસ: સાઉથ કોરિયાનું પ્રોક્સી સર્વર વાપરી મિસિંગ બહેને પોલીસને ફોન કર્યો,મૂકી આ શરત

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ નિત્યાનંદના આશ્રમમાંથી બે બહેનો ગુમ થવાની પોલીસ ફરીયાદ તેમના પિતાએ કરી છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ ગુમ થયેલી બન્ને બહેનોને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે  બંને બહેનો પૈકીએ મોટી બહેન તરીકે પોતાને ઓળખાવીને એક યુવતીએ પોલીસ સાથે ઇન્ટરનેટ કોલથી વાત કરી હતી.

આ યુવતીએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી પોલીસને કહ્યું કે જો આશ્રમની ધરપકડ કરવામાં આવેલ બે સાધ્વીઓને છોડી દેવામાં આવશે તો અમે ભારત આવીશું.હાલ અમે બે બહેનો ત્રિનિદાદમાં છીએ.

જો કે આ કોલ ક્યાંથી આવ્યો તે અંગે પોલિસે તપાસ કરી તો તેનું પ્રોક્સિ સર્વર સાઉથ કોરિયાનું હતું.કોલ પર મોટી બહેને કહ્યું કે હું 20 વર્ષની છું અને મારી નાની બહેન 18 વર્ષની છે. અમે અમારી મરજીથી રહેવા માટે સ્વતંત્ર છીએ.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે સાંજે અમે બે બહેનો પૈકી મોટી બહેન સાથે વાત કરી હતી. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બહેનોને મેસેજ મોકલ્યો હતો અને અમારી સાથે વાત કરવા જણાવ્યું હતું. જે બાદ તેણીએ સાઉથ કોરિયાનું પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી અમારી સાથે ઇન્ટરનેટ કોલિંગથી વાત કરી હતી.

લોપમુદ્રા તરીકે ઓળખાતી મોટી બહેને કહ્યું કે અમે ભારત પરત આવવા માગતા નથી અને ન તો અમારા માતા-પિતાને મળવા માગીએ છીએ. અમને ડર છે કે જો અમે ભારત આવીશું તો મારા પિતા અમારું અપહરણ કરી લેશે અને અમને મારી નાખશે.

આની સામે પોલીસે જો તેઓ ગુજરાત આવશે તો તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. જો કે તેમણે પોલીસ સામે શરત મુકી હતી કે પોલીસ દ્વારા ધપકડ કરાયેલ આશ્રમની બે યોગિનીઓ મા નિત્યા પ્રાણપ્રિયા(30) અને મા પ્રિયાતત્વ નંદા(24)ને છોડવામાં આવે ત્યારબાદ જ તેઓ ભારત પરત ફરશે.જ્યારે તેઓ ક્યા છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ત્રિનિદાદમાં છે અને પોલીસ ઇચ્છે તો ત્યાં આવીને પકડી શકે છે. જોકે તેમણે પોતાનું એડ્રેસ આપવાની ના પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.